સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ અતુલ સુભાષ કેસમાં પોલીસનું મોટું એક્શન! પત્ની નિકિતા, માતા અને ભાઈની ધરપકડ
Atul Subhash Case: પોતાની પત્ની અને સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ આત્મહત્યા કરનાર અતુલ સુભાષ કેસમાં એક મોટા અપડેટ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અતુલની પત્ની સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Atul Subhash Wife Arrested: તાજેતરમાં બેંગલુરુમાં આત્મહત્યા કરનાર AI એન્જિનિયર અતુલ સુભાષની પત્ની સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અતુલની પત્ની નિકિતા સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપી નિકિતા સિંઘાનિયાની હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરવામાં આવી છે. નિકિતા ઉપરાંત તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયાની પ્રયાગરાજમાંથી ધરપકડ કરવામાં આવી છે.+
પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ! 36 કલાકની અંદર ત્રણ ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા
બેંગલુરુમાં એન્જિનિયર તરીકે કામ કરતા અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા તેની પત્ની પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, અતુલની પત્ની નિકિતા સિંઘાનિયાની હરિયાણાના ગુરુગ્રામથી અને તેની માતા નિશા અને ભાઈ અનુરાગને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી હતી કે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
ટેલીકોમ માર્કેટમાં તહેલકો! Jio ને પછાડવા Airtel ઉતર્યું પાણીમાં, હવે થાકી જશો પણ...