પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ! 36 કલાકમાં ત્રીજા ખેલાડીએ લીધો સંન્યાસ, સૌથી ઊંચા ક્રિકેટરે સૌને ચોંકાવ્યા!

Mohammad Irfan Retires: પાકિસ્કાન ક્રિકેટમાં સંન્યાસ લેવાનો સિલસિલો રોકાવાનું નામ લઈ રહ્યો નથી. 36 કલાકની અંદર ત્રણ ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહી દીધું. ઓલરાઉન્ડર ઈમાદ વસીમ અને ઝડપી બોલર મોહમ્મદ આમિર બાદ હવે સાત ફૂટ એક ઈંચ લાંબા ઝડપી બોલર મોહમ્મદ ઈરફાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ! 36 કલાકમાં ત્રીજા ખેલાડીએ લીધો સંન્યાસ, સૌથી ઊંચા ક્રિકેટરે સૌને ચોંકાવ્યા!

Mohammad Irfan Retires: પાકિસ્તાન ક્રિકેટમાં સંન્યાસ લેવાનો ટ્રેન્ડ અટકવાનું નામ લઈ રહ્યો નથી. 36 કલાકની અંદર ત્રણ ખેલાડીઓએ રમતને અલવિદા કહી દીધું. ઓલરાઉન્ડર ઈમાદ વસીમ અને ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર બાદ હવે સાત ફૂટ એક ઈંચ ઊંચા ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019માં પાકિસ્તાન માટે રમી હતી.

પાકિસ્તાન માટે 86 મેચ રમી છે
ઈરફાનના સંન્યાસથી પાકિસ્તાનને કોઈ ખાસ સમસ્યા નહીં થાય. કારણ કે તે લાંબા સમયથી ટીમના પ્લાનમાં નહોતા. તાજેતરમાં તેણે પ્રેસિડેન્ટ કપમાં ખાન રિસર્ચ લેબોરેટરીઝનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પાકિસ્તાની લિસ્ટ એ સ્પર્ધા છે. ડાબા હાથના આ લાંબા બોલરને અત્યાર સુધીનો સૌથી ઉંચો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માનવામાં આવે છે. તેણે ટેસ્ટ, વનડે અને ટી20માં 86 વાર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2010 ના દાયકાના મધ્યથી શરૂઆત સુધી તે ટીમના ઝડપી બોલરોનો મહત્વનો ભાગ હતો.

ઈરફાને શું કહ્યું?
ઈરફાને જણાવ્યું હતું કે, હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. હું મારા સાથીઓ, કોચોનો આભાર માનવા માંગું છું, પ્રેમ, ઉત્સાહ અને અવિસ્મરણીય યાદો માટે આભાર. હું આ રમતને સમર્થન અને જશ્ન મનાવવાનું ચાલું રાખીશ, જેણે મને ઘણું બધું આપ્યું છે.

— Mohammad Irfan (@M_IrfanOfficial) December 14, 2024

2015 વર્લ્ડકપથી ટીમનો હિસ્સો નહોતો
પોતાના વિશાળ શરીરની સાથે ઝડપી ગતિથી બોલિંગ કરવામાં સક્ષમ ઈરફાન પોતાના સમયમાં સર્વશ્રેષ્ઠ બેટિંગ લાઈન અપ માટે પણ મુશ્કેલીઓ પૈદા કરતો હતો. જોકે, ઈજાઓએ ઘણો પરેશાન કર્યો હતો. તે ઈજાના કારણે 2015 વનડે વર્લ્ડકપમાં રમી શક્યો નહોતો. તેના સિવાય તેની સાથે અનુસાશન સંબંધી સમસ્યાઓ પણ હતી. 2017માં એક બુકી દ્વારા સંપર્ક કરવાની સૂચના ના આપવાના કારણે તેને છ મહિનાના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

વિરાટ કોહલીની લીધી હતી વિકેટ
ઈરફાને પાકિસ્તાન માટે તમામ ફોર્મેટમાં 109 વિકેટ લીધી છે. તેણે સેન્ચુરિયનમાં 2013માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેણે આ દિવસે 6 વિકેટની જીતમાં ચાર વિકેટ ઝડપી. ઈરફાને ગ્રીમ સ્મિથ, કોલિન ઈનગ્રામ, એબી ડિવિલિયર્સ અને ફાક ડુ પ્લેસિસને નવા બોલથી આઉટ કર્યા હતા. ઈરફાને ટી20 ડેબ્યૂ પણ યાદગાર રહ્યો. ભારત પ્રવાસ પર તેણે વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. 2012માં બેંગ્લુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈરફાને 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. તેણે એક સફળતા પણ મળી હતી. પાકિસ્તાને 5 વિકેટથી જીત હાંસલ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news