પટનાઃ લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કામાં પટનામાં મત આપવા તેજપ્રતાપ યાદવ પહોંચ્યા હતા. તેજપ્રતાપ વોટ આપીને જેવા બહાર નિકળ્યા કે મીડિયા કર્મચારીઓએ તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની મીડિયા કર્મચારીઓ સાથે કોઈ મુદ્દે ચર્ચા થઈ જતાં તેના બાઉન્સર્સ મીડિયા કર્મીઓ પર તુટી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UP : મતદાનના એક દિવસ પહેલા રૂ.500 આપીને જબરદસ્તીથી લગાવી સ્યાહી 


તેજપ્રતાપની ગાડીની આજુ બાજુમાં મોટી સંખ્યામાં સમર્થકો એક્ઠા થયા હતા. તેજ પ્રતાપ ગાડીમાં બેસીને મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા હતા એ દરમિયાન ડ્રાઈવરે અચાનક કાર ચલાવી દીધી. જેમાં એક રિપોર્ટર ઘાયલ થઈ ગયો. આથી મીડિયા કર્મચારીઓ ગુસ્સે થઈ ગયા. જેના કારણે તેજપ્રતાપના બાઉન્સર્સ અને મીડિયા કર્મચારીઓ વચ્ચે છુટાહાથની મારામારી શરૂ થઈ ગઈ.


બિહાર: મતદાર યાદીમાં તેજસ્વીના નામની આગળ કોઈ અન્યનો ફોટો બહાર આવ્યો 


તેજપ્રતાપના બાઉન્સર્સે કેમેરામેન પાસેથી તેનો કેમેરો ઝુંટવી લીધો અને તેની સાથે મારામારી કરવા લાગ્યા. આ માથાકૂટમાં તેજપ્રતાપની ગાડીનો આગળનો કાચ પણ તુટી ગયો. તેજ પ્રતાપના ગાર્ડના હુમલામાં એક રિપોર્ટર ઘાયલ થયો છે. 


જૂઓ LIVE TV...


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...