પરિવારે શરૂઆતથી જ મારો ઉપયોગ એક મહોરા તરીકે કર્યો: તેજ પ્રતાપ
તેજપ્રતાપ યાદવે પોતાના જ પરિવાર પર આરોપ લગાવ્યો કે તેનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે કરવામાં આવતો હતો
પટના : આરજેડી સુપ્રીમો લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પોતાની પત્ની એશ્વર્યા સાથે છુટાછેડાની અરજી દાખલ કરી છે. તેજપ્રતાપ યાદવે પોતે આ વાતને સ્વીકાર કર્યો છે કે તેમણે તલાક માટે અરજી કરી છે. તેમણે તેમ પણ કહ્યું કે ગુંગળાઇ ગુંગળાઇને જીવવાનો કોઇ જ ફાયદો નથી. ત્યાર બાદ તેઓ પોતાનાં જ પરિવારની વિરુદ્ધ ઉભા રહ્યા છે. તેમણે પોતાનાં પરિવાર પર પણ આરોપ લગાવ્યો છે કે તેમને મોહરા બનાવવામાં આવ્યા છે.
તેજપ્રતાપ યાદવે Zee Bihar સાથે ચેનલમાં ફોન પર વાતચીત કરી. તેમણે કહ્યું કે, મને અંગત સ્વાર્થ માટે પરિવારના લોકોએ પહેલાઝી જ મહોરુ બનાવ્યો છે. લગ્ન બાદથી જ તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમને દરેક પ્રકારે પહેલાથી મોહરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેજપ્રતાપે કહ્યું કે, તેમના પર પરિવારની તરફથી હંમેશા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે એશ્વર્યાના પરિવાર પર પણ આરોપ લગાવ્યો કે બંન્ને પરિવારો મળીને મારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે અને મને મહોરા બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ તેજપ્રપાત યાદવે કહ્યું કે, તેમણે ચુકાદો લીધો છે કે હવે આ બદલાય તેમ નથી.
તેમણે કહ્યું કે, એશ્વર્યાની સાથે તેમનો કોઇ મેળ નથી, જો કે દબાણ બનાવીને તેમના લગ્ન કરાવાયું છે. એટલા માટે તેમણે કહ્યું કે, તેમને મોહરા બનાવવામાં આવ્યા છે. તેજપ્રતાપ યાદવને પુછવામાં આવ્યું કે તેમને કોણ મહોરુ બનાવી રહ્યા છે તો તેમને સ્પષ્ટ રીતે કહ્યું કે, પરિવારનાં જ લોકો મને મોહરુ બનાવી રહ્યા છે. મારા પ્રત્યે ષડયંત્ર રચીને મારા પર દબાણ બનાવાઇ રહ્યું છે.
બીજી તરફ, તેજપ્રતાપ યાદવ પિતા લાલૂ યાદવને મળવા માટે માર્ગ પરથી નિકળવાનું હતું અને તેઓ રસ્તામાં ગાડીમાં જ ફોન પર વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, પિતા લાલુ યાદવ પણ આ નિર્ણયને નથી માની રહ્યા, જો કે અમે તેમની સાથે વાત કરવા જઇ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, હું ધાર્મિક વિચારનો વ્યક્તિ છું, પરંતુ એશ્વર્યા નથી અને તેમનું મારુ કોઇ મેળ નથી. એટલા માટે હવે ઘુટી ઘુટીને જીવવા નથી માંગતા. એટલા માટે તલાક લેવાનો નિર્ણય લીધો છે. જે હવે બદલાઇ શકે તેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેજપ્રતાપ યાદવે પટનાની ફેમિલી કોર્ટમાં તલાક માટેની અરજી દાખલ કરી છે. તેમણે શુક્રવારે સાંજે કોર્ટમાં તલાકની અરજી દાખલ કરી. તેમણે 13 (1) (1A) હિંદૂ મેરેજ એક્ટ હેઠળ તલાકની અરજી દાખલ કરી છે.
બીજી તરફ શુક્રવારે ચંદ્રિકા રાય અને એશ્વર્યા બંન્ને રાબડી આવાસ મોડી રાત્રે પહોંચ્યા હતા, ત્યાર બાદ સમાચાર હતા કે ચંદ્રિકા રાય તેજ પ્રતાપ યાદવ સમજાવવામાં એકત્ર થઇ રહ્યા છે. બીજી તરફ શનિવારે સમાચાર મળ્યા કે ચંદ્રિકા રાયની પત્ની અને એશ્વર્યાની માં રાબડી દેવીના આવાસ પર મળવા માટે પહોંચ્યા.