Telangana Chunav Result 2023: વર્ષ 2013માં આંધ્રપ્રદેશથી તેલંગાણા અલગ થયું હતું. રાજ્યની સ્થાપના પછી તેલંગાણામાં આ ત્રીજી ચૂંટણી છે, જ્યાં 119 વિધાનસભા બેઠકો છે. આ વખતે કોંગ્રેસને ટ્રેન્ડમાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અગાઉની 2 વિધાનસભા ચૂંટણીમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને જીત મળી હતી, પરંતુ 2023ની ચૂંટણીમાં એવું શું થયું કે KCR (K. ચંદ્રશેખર રાવ)ની પાર્ટી BRS બહુમતીના આંકડાને સ્પર્શવામાં ઓછા ઉતર્યા. ચાલો જાણીએ કેસીઆરની હારના પાંચ મોટા કારણો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rajasthan Result: રાજસ્થાનમાં BJP જીતી, હવે કોણ બનશે CM: આ પાંચ નામો રેસમાં સૌથી આગળ


રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે કેસીઆર છેલ્લી બે ટર્મથી સત્તામાં હતા. આ સાથે શાસક બીઆરએસને વર્ષ 2023માં સત્તાવિરોધીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં લગભગ 30 થી 40 ધારાસભ્યો સામે સત્તા વિરોધી લહેર પહેલેથી જ છે. આમ છતાં કેસીઆરે તેમને ચૂંટણીમાં ઉતાર્યા. પાર્ટી ચીફ કેસીઆરનો આ દાવો તેમને મોંઘો સાબિત થયો.


કોંગ્રેસને 'પનોતી' શબ્દ ભારે પડ્યો? મોદીની એ તાકાત...જેને સમજવામાં ભારે ભૂલ કરી ગયા


તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)નું નામ બદલવાને પણ KCRની હારનું કારણ માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં પ્રવેશવા માટે કેસીઆરે TRSનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કર્યું. નિષ્ણાતોનું કહેવું છે કે કેસીઆરના આ નિર્ણયથી સ્થાનિક લોકો નારાજ થયા છે, ખાસ કરીને જેમની ભાવનાઓ તેલંગાણા નામ સાથે જોડાયેલી છે. તેથી નામ બદલવા માટે પાર્ટીને ભારે કિંમત ચૂકવવી પડી હતી.


કોણ બનશે રાજસ્થાનના નવા CM? મળશે નવો ચહેરો કે યથાવત રહેશે દિગ્ગજોની ધાક


BRS પાર્ટીના વડા કેસીઆરે બે વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. આ પછી વિપક્ષને તક મળી અને કોંગ્રેસે તેનો સારો ઉપયોગ કર્યો. કેસીઆરના આ નિર્ણયને પ્રચારમાં તેમની વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે કેસીઆર તેમની જૂની બેઠક ગુમાવી રહ્યા છે. તેથી તેમણે બે બેઠકો પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેનાથી KCRની 'અસુરક્ષાની લાગણી' તરીકે રજૂ કરવામાં આવી હતી.


છત્તીસગઢે બધાને ચોંકાવી દીધા, શું 'મહાદેવ' એ કોંગ્રેસને હરાવ્યું?


ચૂંટણીની તારીખો જેવી જાહેરાત થઈ, કે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ હતી. તેનાથી વિપક્ષી પાર્ટીને ફાયદો મળ્યો. સત્તામાં હોવા છતાં બીઆરએસે એન્ટ્રીમાં આળસ દેખાડી. તે દરમિયાન કેસીઆરની પણ તબિયત ખરાબ હતી. પ્રચારમાં કેસીઆરની કમીને પાર્ટીના બીજા નેતાઓ પુરી કરી શક્યા નહોતા. તેના લીધે કોંગ્રેસે પ્રચાર અભિયાનમાં સ્પીડ પકડી અને જનતાની વચ્ચે કેસીઆરની ગેરહાજરી કોંગ્રેસ માટે હથિયાર બની!


Chhattisgarh: છત્તીસગઢમાં કોણ બનશે મુખ્યમંત્રી? રેસમાં હશે આ ચહેરા


કોંગ્રેસે પ્રચાર દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, બીઆરએસ અને બીજેપી સાથે ભળેલા છે. વિપક્ષના આરોપ પર કેસીઆરે નરમી દેખાડી. તેનું પરિણામ પાર્ટીને ભોગવવું પડ્યું. BRS પણ ભાજપ પર ઓછા આક્રમક દેખાયા અને કોંગ્રેસે લઘુમતી મતદારોમાં પોતાની પકડ મજબૂત કરી. આથી કેસીઆરની પાર્ટીને નુકસાન થયું અને કોંગ્રેસે તેને તક તરીકે ઝડપી.