પીએમ મોદી પર પર્સનલ એટેક કરવો ભારે પડ્યો? સરકી રહ્યા છે સત્તાવાળા રાજ્યો, શું સબક લેશે કોંગ્રેસ!

મધ્ય પ્રદેશમાં તો ભાજપની સત્તા હતી પરંતુ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં હતી અને આમ છતાં ભાજપ હાલ ટ્રેન્ડમાં બહુમતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે એ પ્રશ્ન થાય છે કે શું એ નક્કી છે કે જ્યારે જ્યારે ચૂંટણીમાં પીએમ મોદી પર કોંગ્રેસે પર્સનલ એટેક કર્યો ત્યારે મોટું નુકસાન થયું? કારણ કે પરિણામ તો કઈંક આવા જ સંકેત આપે છે.

પીએમ મોદી પર પર્સનલ એટેક કરવો ભારે પડ્યો? સરકી રહ્યા છે સત્તાવાળા રાજ્યો, શું સબક લેશે કોંગ્રેસ!

ચાર રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણાના વિધાનસભા ચૂંટણીના પરિણામનો દિવસ છે. જે રીતે ટ્રેન્ડ આવી રહ્યા છે તે જોતા ચારમાંથી 3 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી શકે છે. જ્યારે એક રાજ્ય તેલંગણામાં કોંગ્રેસ કેસીઆર પાસેથી સત્તા છીનવી શકે છે. મધ્ય પ્રદેશમાં તો ભાજપની સત્તા હતી પરંતુ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં હતી અને આમ છતાં ભાજપ હાલ ટ્રેન્ડમાં બહુમતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે એ પ્રશ્ન થાય છે કે શું એ નક્કી છે કે જ્યારે જ્યારે ચૂંટણીમાં પીએમ મોદી પર કોંગ્રેસે પર્સનલ એટેક કર્યો ત્યારે મોટું નુકસાન થયું? કારણ કે પરિણામ તો કઈંક આવા જ સંકેત આપે છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાન ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી પર 'પનોતી' કહીને પર્સનલ એટેક કર્યો અને કટાક્ષ પણ કર્યો. આવું જ કઈક રાહુલ ગાંધીના માતાજી સોનિયા ગાંધીએ ગુજરાત ચૂંટણી દરમિયાન પીએમ મોદીને 'મોતના સોદાગર' ગણાવી કર્યું હતું. ત્યારબાદ જે થયું તે જગજાહેર છે. 

રાહુલ ગાંધીનું નિવેદન નડી ગયું?
રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીને પનોતી કહીને તેમના પર નિશાન સાધ્યું હતું. તેમના આ નિવેદનની અસર કદાચ રાજસ્થાનની ચૂંટણી પર પડતી હોય તેવું લાગે છે. અશોક ગેહલોતના કામ પર ચૂંટણી લડી રહેલી પાર્ટીને અહીં તગડો ઝટકો મળતો જોવા મળે છે. રાહુલ ગાંધી એક ચૂંટણી રેલીમાં સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક હસતાં હસતાં પનોતીની ચર્ચા છેડી નાખી. કોંગ્રેસ પાર્ટીએ 30 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પણ શેર કરી દીધો. રાહુલે રાજસ્થાનમાં કહ્યું હતું કે 'ક્યાં પનોતી (લોકોનો અવાજ સાંભળતા) અચ્છા ભલા વહાં પે હમારે લડકે વર્લ્ડ કપ જીત જાતે...વહાં પર પનોતીને હરવા દીયા. ટીવીવાલે યે નહીં કહેંગે મગર જનતા જાનતી હૈ'. 

સબક નહીં લે તો ભારે પડશે
જે રીતે સોનિયા ગાંધીના મોતના સોદાગરવાળા નિવેદન બાદ કોંગ્રેસ ગુજરાતમાં પછડાતી ગઈ તે રીતે રાહુલ ગાંધીના નિવેદનની અસર રાજસ્થાન ચૂંટણી પર પડી હોય તેવા હાલ તો સંકેત મળે છે. અત્યાર સુધીના ચૂંટણી પ્રચારના પરિણામો દર્શાવે છે કે પીએમ મોદી પર અંગત હુમલો વિપક્ષી દળો માટે મુસીબતનું કારણ બની રહ્યો છે. કોંગ્રેસે કર્ણાટકમાં પીએમ મોદી પર હુમલાથી અંતર જાળવ્યું હતું તો તેને ફાયદો પણ જોવા મળ્યો અને પાર્ટી ત્યાં બંપર બહુમત સાથે સત્તામાં આવી. દેશની સૌથી જૂની પાર્ટીએ ત્યાં તત્કાલિન રાજ્ય સરકારની કમીઓ પર એટેક કર્યો હતો. ત્યાંના તત્કાલિન સીએમ બાસવરાજ બોમ્મઈ કોંગ્રેસના નિશાન પર હતા. જો આ ત્રણ રાજ્યોના ટ્રેન્ડ અને પરિણામોથી સમજો તો રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષે 2024 અંગે સબક લેવો પડશે. પીએમ મોદી પર અંગત હુમલા કરવા એ 2024માં ઈન્ડિયા ગઠબંધનને ભારે પડી શકે છે. 

વાત જાણે એમ છે કે કોંગ્રેસે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા પીએમ મોદી અને ભાજપ પર ખુબ નિશાન સાંધ્યુ હતું. કેટલાક વીડિયો અને ટ્વીટ તો બિલો ધ બેલ્ટ જેવા હતા. જો કે ભાજપે પણ જવાબમાં એવી અનેક ટ્વીટ કરી જે બિલો ધ બેલટ જેવી જ હતી. પરંતુ કોંગ્રેસ અહીં બે રાજ્યોમાં સત્તામાં હતી અને એન્ટી ઈન્કબન્સી સામે પણ ઝઝૂમી રહી હતી. આવામાં પીએમ મોદી અને ભાજપના સમર્થકો માટે આ એકતા એકજૂથ કરનારું સાબિત થઈ ગયું. હાલના વર્ષોમાં રાજકારણમાં બિલો ધ બેલ્ટ હુમલા ઘણા જોવા મળ્યા છે પરંતુ વિપક્ષે જ્યારે જ્યારે આવું કર્યું છે ત્યારે તેનો ફાયદો થવાના બદલે નુકસાન જ થયું છે. 

નેગેટિવ કેમ્પેઈનથી તોબા કરશે હવે કોંગ્રેસ?
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે ખુબ નેગેટિવ અને આક્રમક કેમ્પેઈન ચલાવ્યું હતું. ચાર રાજ્યોના જે ટ્રેન્ડ આવી રહ્યા છે તે જોતા તેલંગણાને બાદ  કરતા કયાંય ફાયદો જોવા મળી રહ્યો નથી. જેમ કે પહેલા પણ આ વાતનો ઉલ્લેખ કરાયો કે કર્ણાટકમાં કોંગ્રેસે સટિક રીતે પ્રચાર કરીને જીત મેળવી હતી. બરાબર એ જ રીતે તેલંગણામાં પણ પાર્ટીએ ચંદ્રશેખર રાવ સરકાર અને તેની કમીઓને જ નિશાન  બનાવી. આ ઉપરાંત કર્ણાટક ચૂંટણીમાં કરાયેલા વાયદાને પાર્ટીએ તેલંગણામાં પણ લાગૂ કર્યા અને અહીં પાર્ટીને ફાયદો થતો પણ જોવા મળ્યો. એટલે કે સબક કોંગ્રેસ માટે પણ છે કે જો તે યોગ્ય મુદ્દા અને સ્થાનિકતાને લઈને આગળ વધશે તો જ તેને ફાયદો થશે. નહીં તો 2024માં ચૂંટણી ચોંકાવનારા પરિણામો આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news