નવી દિલ્હી : તેલંગણા વિધાનસભા ઈલેક્શન (Telangana Elections 2018)માં 119 સીટ માટે ધીરે ધીરે પરિણામ સામે આવી રહ્યું છે. ટીઆરએસ પ્રમુખ અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ ઈલેક્શન જીતી ચૂક્યા છે. તેઓ ગજવેલ સીટથી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે 50 હજાર વોટોથી જીત મેળવી છે. પરિણામમાં પ્રચંડ બહુમત મળતો જોઈને ટીઆરએસના કાર્યકર્તાઓ ખુશી ઉજવી રહ્યાં છે. હૈદરાબાદમાં પાર્ટી મુખ્યાલયની બહાર હજારોની સંખ્યામાં કાર્યકર્તા એકઠા થયા છે અને ચંદ્રશેખર રાવ જિંદાબાદના નારા લગાવી રહ્યાં છે. મીઠાઈ વહેંચીને કાર્યકર્તા જશ્ન મનાવી રહ્યાં છે. તેલંગણામાં કોંગ્રેસ અને ભાજપના સૂપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસે પોતાની હાર પર ઈવીએમ સાથે ચેડા થયા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Live Updates : 


  • 4.20 કલાકે - કે.ચંદ્રશેખર રાવ હૈદરાબાદ સ્થિત પાર્ટી મુખ્યાલય પહોંચ્યા. હજારોની સંખ્યામા કાર્યકર્તા તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે મુખ્યાલય પહોંચીને મા દુર્ગાની પૂજા કરી અને કાર્યકર્તાઓની સાથે જીતની ખુશી ઉજવી.

  • 4.15 કલાકે - ટીઆરએસ 9 સીટ પર જીતી ચૂકી છે. જ્યારે કે, 77 સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 2 સીટ પર જીતી ચૂકી છે. જ્યારે કે, 21 સીટ પર આગળ ચાલી રહી છે. બીજેપી એક સીટ પર આગળ ચાલી રહી છે. અન્ય 2 સીટ પર જીતી ચૂકી છે, જ્યારે કે 7 સીટો પર આગળ ચાલી રહ્યા છે. 

  • 3.55 કલાકે - ઈલેક્શનના પરિણામોને લઈને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, જનતા સમજી ચૂકી છે કે બીજેપીએ ગત પાંચ વર્ષોમાં કંઈ જ નથી કર્યું. તેથી લોકો વિકલ્પ શોધી રહ્યાં છે. બીજેપીની વિરુદ્ધ લડાઈમાં અમે જનતાની સાથે છીએ. પાંચ રાજ્યોમાં આવનારું પરિણામ તેમાં મદદ કરશે. તેલંગણાને લઈને તેમણે કહ્યું કે, ટીડીપી જનાદેશનું સન્માન કરે છે. શાનદાર જીત માટે હું કે.ચંદ્રશેખરને અભિનંદન આપું છું. 

  •  3.00 કલાકે - તેલંગણાના કેરટેકર મિનીસ્ટર અને ટીઆરએસના ઉમેદવાર તલસાણી શ્રીનિવાસ યાદવ 30,217 વોટથી સનથ નગર વિધાનસભા સીટ પર જીત્યા 

  • 2.15 વાગ્યે - ટીઆરએસ પ્રમુખ અને તેલંગનાના ચીફ મિનિસ્ટર કે.ચંદ્રશેખર રાવ ગજેવાલ વિધાનસભા સીટ પરથી 50,000 વોટથી જીત્યા. 

  • તેલંગણામાં કોંગ્રેસે ચીફ ઈલેક્ટ્રોરલ ઓફિસરને લેખિત ફરિયાદ કરી કે, ઈવીએમ સાથે ચેડા થયા છે. 


    મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: સત્તાનું ઘમાસાણ, ભાજપ સત્તા જાળવશે કે કોંગ્રેસ કરશે વાપસી?

    તેલંગાણા રાજ્યનું ચૂંટણી સમીકરણ
    વર્ષ 2014 વિધાનસભા ચૂંટણી પરિણામ
    કુલ વિધાનસભા બેઠકઃ 119+1 (1 બેઠક નામાંકિત સભ્ય માટે છે)


    Live: છત્તીસગઢના 1269 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય, 8 કલાકે શરૂ થશે મતગણતરી


    ગત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ


    પક્ષ  સીટ
    TRS  90
    કોંગ્રેસ 13
    AIMIM 7
    ભાજપ 5
    TDP   03
    CPIM   01

    ટીઆરએસના મુખ્ય ચહેરાઃ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ(કેસીઆર)- ગજવેલ બેઠક, પ્રેમ સિંઘ રાઠોર(ટીઆરએસ)-ગોશામહલ(હૈદરાબાદ), કે.ટી. રામા રાવ(સિરસિલા), ટી. હરિશ રાવ, 


    કોંગ્રેસઃ એ. રેવાન્થ રેડ્ડી(કોડાંગલ) ઉપરાંત અન્ય કેટલાક પ્રમુખ નેતાઓ છે. 


    રાજસ્થાન ચૂંટણી પરિણામ LIVE: આજે EVM નક્કી કરશે 2274 મતદાતાનું ભવિષ્ય, 8 કલાકે શરૂ થશે મતગણના


    તેલંગણાની 119 વિધાનસભા સીટ પર 7 ડિસેમ્બરના રોજ વોટિંગ કરાયું હતું. લોકતંત્રના આ પર્વમાં 73.20 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેલંગણામાં આજે 1821 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો આવશે. એક્ઝિટ પોલ મુજબ, તેલંગણામાં સત્તારુઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહી છે. જોકે, ટીઆરએસને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પ્રજા કુટુામી એટલે કે પિપલ્સ એલાયન્સને જોરદાર ટક્કર મળી રહી છે. પિપલ્સ એલાયન્સમાં કોંગ્રેસ, ટીડીપી, ટીજેએસ, સીપીઆઈ સામેલ છે. 


    Mizoram Assembly Result Live Updates: 40 સીટો માટે થશે મતગણતરી