જો શિયાળામાં તમારું મન થોડું સુસ્ત પડી ગયું હોય તો ચાલો તમારા માટે એક એવી પઝલ લઈને આવ્યા છીએ કે તેને જોઈને પાછા સક્રિય થઈ જશો. હા, આવી તસવીર જોયા પછી થોડીવાર માટે તમારી આંખો ત્યાં જ રોકાઈ જશે. સોશિયલ મીડિયામાં એક વાયરલ પઝલ જે ઓનલાઈન દરેકને પડકારી રહી છે તે છે કે આ ફોટામાં કેટલા બતક છે? તમે વિચારો છો કે એમા શું પરંતુ તમને જણાવી દઈએ કે એટલું સરળ નથી જેટલું તમે વિચારો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટર પર શેર કરેલી તસવીર બની ગઈ એક મોટો કોયડો
યુઝર ડેનિયલ ન્યુમેન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી આ તસવીરને તમે પહેલીવાર જોશો ત્યારે માત્ર નવ ડક ઈમોજી જ દેખાશે. જો કે, જ્યારે તમે વધુ નજીકથી જોશો તો તમને ફોટોમાં બાળકના નાના બાળકો પણ નજરે પડશે, પરંતુ શું તમે કહી શકો છો કે આ ચિત્રમાં કેટલા ડક ઇમોજી છે. આ કોયડો એવા કોયડાઓ માટે ખૂબ જ પડકારરૂપ સાબિત થયું છે જેઓ વારંવાર આવા કોયડાઓ ઉકેલતા હોય છે.


LIC ના IPO માટે તૈયાર રહેજો, રોકાણકારોને મળશે જબદસ્ત મોકો, આ તારીખે થશે લોન્ચ

જ્યારે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો લોકોએ પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું, 'મેં ગણતરી કરવાનો પ્રયાસ બંધ કરી દીધો.' જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'આ મારી આંખોને ભ્રમિત કરી રહી છે' હજુ પણ લોકો તમામ બતકની સંખ્યા કહી શકતા નથી અને સંઘર્ષ કરી રહ્યા છે.


આયકર વિભાગે 1.59 કરોડ કરદાતાઓને પાછું આપ્યું રિફંડ, શું તમને રિફંડ મળ્યું? આવી રીતે તપાસો


છેવટે ચિત્રમાં કેટલા છે બતક?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube