ભારતમાં ખતરનાક સ્તરે પહોંચી રહી છે ગરમી, હજુ વધશે તાપમાન, મળી ચેતવણી
ભારતમાં ગરમીનું સ્તર સતત વધી રહ્યું છે. દેશમાં ગરમીના કહેર વચ્ચે ચેતવણી પણ મળવા લાગી છે. વૈશ્વિક સ્તર પર જારી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિવિધ ભારતીય શહેરોમાં તાપમાન ખુબ ખતરનાક સ્તર પર પહોંચી ચુક્યું છે.
નવી દિલ્હીઃ ભારતમાં ગરમીના કહેર વચ્ચે ચેતવણી પણ મળવા લાગી છે. વૈશ્વિક સ્તર પર જારી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે વિવિધ ભારતીય શહેરોમાં તાપમાન ખુબ ખતરનાક સ્તર પર પહોંચી ચુક્યું છે. સાથે તે પણ કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં તાપમાનમાં વધારે વધારો જોવા મળી શકે છે. આ રિપોર્ટ વર્લ્ડ વેધર એટ્રીબ્યૂશન ગ્રુપે જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે દેશના ઘણા શહેરોમાં ગરમીનો પ્રકોપ જારી છે. કેટલીક જગ્યાએ તો પાસો 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવાનો છે.
દર વર્ષે થશે વધારો
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 1900થી આ કારણે પૃથ્વીના તાપમાનમાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં વધારો થવાનો આ ટ્રેન્ડ દર એક કે બે વર્ષ પછી ચાલુ રહેશે. ભારતની સાથે બાંગ્લાદેશ, થાઈલેન્ડ જેવા દેશો માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ગરમીએ સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. કાળઝાળ ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સોમવારે કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ સિવાય ભારતના અન્ય ભાગો પણ ગરમીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચોઃ દિલ્હીથી ગુજરાત માત્ર 10 કલાકમાં, આ એક્સપ્રેસ-વે શરૂ થયા બાદ ગુજરાતીઓને થશે ફાયદો
આ રીતે બન્યો રિપોર્ટ
રિપોર્ટ પ્રમાણે ખતરનાક તાપમાનનું સ્તર 41 ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે. પરંતુ દક્ષિણી એશિયન દેશોમાં આ સ્તર પાર થવા લાગ્યું છે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે વધુ તાપમાન થવાથી શરીરના તાપમાનને મેન્ટેન કરવામાં મુશ્કેલી આવે છે. વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટ દક્ષિણ પૂર્વી એશિયન દેશોમાં ગરમી અને હ્યૂમિડિટીના સ્તરને આધારે તૈયાર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તનને કારણે આ દેશોના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. જળવાયુ પરિવર્તન ધરતી પર તાપમાનમાં વધારા માટે એક મહત્વનું કારણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube