Bhandara ની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 10 બાળકોના મોત, 7ને બચાવી લેવાયા
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યૂનિટ (SNCU)માં આગ (Fire in Hospital) લાગવાના કારણે દસ બાળકોના મોત થયા છે. આગ શુક્રવારે અને શનિવારે મધરાત્રે લગભગ 2:00 વાગે લાગી હતી.
ભંડારા: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યૂનિટ (SNCU)માં આગ (Fire in Hospital) લાગવાના કારણે દસ બાળકોના મોત થયા છે. આગ શુક્રવારે અને શનિવારે મધરાત્રે લગભગ 2:00 વાગે લાગી હતી. જોકે આગ લાગ્યા બાદ 17માંથી 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.
નવજાત બાળકોના દર્દનાક મોત બાદ તેમના પરિવારજની હાલત રડી રડીને ખરાબ થઇ ગઇ છે. લોકો હોસ્પિટલમાં આગ કેવી લાગી તેની તપાસની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ અન્ય લોકો તેને હોસ્પિટલની બેદરકારી ગણાવી રહ્યા છે.
VIDEO: એકતરફ Capitol Hill પર થવાની હતી હિંસા, બીજી તરફ પાર્ટી કરી રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ
મહારાષ્ટ્ર (Maharashtra)ના ભંડારામાં ડ્યૂટી પર હાજર નર્સે દરવાજો ખોલ્યો અને રૂમમમાં ધુમાડો જોયો હતો. ત્યારબાદ તેમણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં લોકોની મદદ વડે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.
આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરિક્ષણ કર્યું. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સિક ન્યૂબોર્ન કેર (SNCU)માં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube