નવી દિલ્હીઃ દેશને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીની જન્મજયંતી 2 ઓક્ટોબરના રોજ દેશભરમાં મનાવાય છે. ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતી. મહાત્મા ગાંધીને સમગ્ર દુનિયા આજે પણ અહિંસાના પ્રતીક તરીકે ઓળખે છે. ગાંધીજીએ સત્યની શોધમાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. એટલા માટે જ તેમણે પોતાની આત્મકથાને 'સત્યના પ્રયોગો' નામ આપેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીજીએ આજીવન જે વિચારો રજુ કર્યા છે અને તેમણે જે રીતે પોતાનું જીવન વ્યતિત કર્યું છે તે લોકોના માટે એક દૃષ્ટાંત પુરું પાડનારું છે. ગાંધીજીના વિચારોને અપનાવીને તમે પણ સત્ય અને અહિંસના માર્ગે ચાલી શકો છો. 


જાણો ગાંધીજીના 10 અમૂલ્ય વિચાર 
1. એવી રીતે જીવવન જીવો કે તમારે આવતીકાલે મરી જવાનું છે અને શીખો એવી રીતે જાણે કે તમારે કાયમ જીવતા રહેવાનું છે. 
2. ભય શરીરની બિમારી નથી, તે આત્માને મારે છે. 
3. વિશ્વાસ કરવો એક ગુણ છે, અવિશ્વાસ દુર્બળતાની નિશાની છે. 


પ્લાસ્ટિકના સ્થાને હવે આવશે વાંસની બનેલી બોટલ, ખાદી ગ્રામોદ્યોગની નવી શરૂઆત


4. જે સમય બચાવે છે, તે ધન બાચવે છે અને બચાવેલું ધન કમાયેલા ધનની જેમ જ મહત્વપૂર્ણ છે. 
5. આંખના બદલે આંખ, સમગ્ર વિશ્વને આંધળું બનાવી દેશે. 
6. આઝાદીનો કોઈ અર્થ નથી, જો તેમાં ભુલ કરવાની આઝાદી સામેલ હોય. 
7. પહેલા તેઓ તમારા પર ધ્યાન નહીં આપે, પછી તમારા પર હસશે, પછી તમારી સાથે લડશે અને ત્યારે જ તમે વિજય મેળવી શકશો. 


'આયુષમાન ભારત' ન્યૂ ઈન્ડિયાના ક્રાંતિકારી પગલાઓમાંથી એકઃ વડાપ્રધાન મોદી


8. પ્રસન્નતા જ એકમાત્ર એવું અત્તર છે, જેને તમે બીજા પર છાંટો છો તો કેટલાંક ટીપાં તમારા ઉપર પણ પડે છે. 
9. વ્યક્તિની ઓળખ તેના કપડાંથી નહીં પરંતુ ચારિત્ર્યથી થાય છે. 
10. તમે જે કોઈ કામ કરો છો તે ઓછું મહત્વનું પણ હોઈ શકે છે, પરંતુ સૌથી મહત્વનું એ છે કે તમે કંઈક કરો. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....