જમ્મુ: વહેલી સવારે એન્કાઉન્ટરમાં 4 આતંકીનો ખાતમો, ટ્રકમાં છૂપાઈને કાશ્મીર ખીણ તરફ જઈ રહ્યા હતા
નગરોટા (Nagrota) માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એક કલાકથી પણ ઓછા સમયમાં નગરોટા બન ટોલ પ્લાઝા પાસે ચાર આતંકીઓને ઠાર કરાયા છે. આ એન્કાઉન્ટર સવારે 5 વાગે શરૂ થયું હતું.
જમ્મુ: નગરોટા (Nagrota) માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એક કલાકથી પણ ઓછા સમયમાં નગરોટા બન ટોલ પ્લાઝા પાસે ચાર આતંકીઓને ઠાર કરાયા છે. આ એન્કાઉન્ટર સવારે 5 વાગે શરૂ થયું હતું.
ટ્રકમાં છૂપાયેલા હતા આતંકીઓ
કાશ્મીરને હચમચાવી નાખવાના મનસૂબા લઈને આવેલા આતંકીઓ એક ટ્રકમાં છૂપાયેલા હતા. આ ટ્રક કાશ્મીર ખીણ તરફ જઈ રહ્યો હતો. આ આતંકીઓ ત્યાં પહોંચીને આતંકી ગતિવિધિઓ શરૂ કરવાની ફિરાકમાં હતા. પરંતુ સુરક્ષાદળોએ જ્યારે નગરોટા બન ટોલ પ્લાઝા પાસે ટ્રકને રોકીને તલાશી લેવાની કોશિશ કરી તો આતંકીઓના ષડયંત્રનો ખુલાસો થઈ ગયો.
તહેવારો ટાણે દિલ્હીમાં કોરોનાથી હાહાકાર, મોતનો તૂટ્યો રેકોર્ડ, એક જ દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા
આતંકીઓ ફાયરિંગ કરવા માંડ્યુ
નગરોટા ટોલ પ્લાઝા બન પાસે જ્યારે સુરક્ષાદળોએ આતંકીઓના ટ્રકને રોક્યો ત્યારે માણસાઈના દુશ્મન આતંકીઓને સમજાઈ ગયું કે તેમનો ખેલ ખતમ થઈ ગયો છે. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ ત્યાં હાજર જવાનોએ મોરચો સંભાળ્યો અને તરત જ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. આતંકીઓને જડબાતોડ જવાબ અપાયો. બંને તરફથી ફાયરિંગ સતત ચાલુ રહ્યું.
જમ્મુ-કાશ્મીરઃ પુલવામા આતંકી હુમલામાં 12 સ્થાનીક લોકો ઈજાગ્રસ્ત, CRPFની ટીમ પર ફેંક્યું હતું ગ્રેનેડ
સુરક્ષા કારણોસર હજુ પણ ટોલ પ્લાઝા અને તેની આજુબાજુના વિસ્તારોને ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાઈવે પર વાહનોની અવરજવર હજુ પણ બંધ છે. આ જ જગ્યાએ થોડા સમય પહેલા પણ જમ્મુ કાશ્મીર પોલીસે 3 આતંકીઓને ઠાર કર્યા હતા.
બુધવારે પુલવામાના કકપોરામાં આતંકીઓએ સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ એટેક કર્યો હતો. પરંતુ આ હુમલો ચૂકાઈ ગયો. ગ્રેનેડ રસ્તા પર જઈને ફાટ્યો જેમાં 12 નાગરિકો ઘાયલ થયા. અત્રે જણાવવાનું કે કલમ 370 હટ્યા બાદ આતંકીઓની મુસીબત ખુબ વધી ગઈ છે. તેમની આતંક ફેલાવવાનું દરેક ષડયંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં વિદેશી આતંકવાદ હવે પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube