શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના નેતા ચંદ્રકાન્ત પર આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં ચંદ્રકાન્તના ગાર્ડનું મોત થયું છે. હુમલાખોર ભાગવામાં સફળ થઇ ગયો છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાનો ચૂંસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અયોધ્યા કેસ: નિર્મોહી અખાડાએ કેન્દ્રની 67.7 એકર જમીન પરત આપવાની માગનો કર્યો વિરોધ


પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રકાન્ત કિશ્તવાજાના હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં છે. તે દરમિયાન આતંકી ત્યાં પહોંચ્યા અને તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. તેની સામે ચંદ્રકાન્તના ગાર્ડે જવાબી ફાયરિંગ શરૂ કર્યુ હતુ. તે દરમિયાન એક ગોળી ગાર્ડને વાગી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.


લોકસભા ચૂંટણી 2019 : PM મોદી લાતૂરથી LIVE, કોંગ્રેસ કાશ્મીર મામલે કર્યો મોટો ખુલાસો


આ ઘટનાની જાણ થતા સુરક્ષા દળે સ્થળ પર પહોંચી સંપૂર્ણ હોસ્પિટલની ઘેરાબંધી કરી દીધી છે. સાથે જ તાપસ અભિયાન પણ હાથ ધર્યું છે. હુમલાખોરની તલાસમાં સાક્ષીઓથી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..