લોકસભા ચૂંટણી 2019 : PM મોદી લાતૂરથી LIVE, કોંગ્રેસ કાશ્મીર મામલે કર્યો મોટો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાતૂર ખાતે ચૂંટણી સભાને સંબોધતાં કોંગ્રેસ અને કાશ્મીર મામલે મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો, કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, આ એ પાર્ટી છે કે એ જે વાત કરે છે એવી વાતો પાકિસ્તાન કરે છે. કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં તોફાની તત્વો સાથે વાતચીત કરવાનો આલાપ રાગે છે પાકિસ્તાન પણ એ જ ઇચ્છી રહ્યું છે કે જેનાથી ભારત આ બધામાં અટવાયેલું રહે. વધુમાં એમણે કહ્યું કે, કોંગ્રેસમાં અકલ હોતી તો 1947માં હિંમતથી ઉભું રહ્યું હોત તો આજે કાશ્મીરના ભાગલા ન પડ્યા હોત. 

લોકસભા ચૂંટણી 2019 : PM મોદી લાતૂરથી LIVE, કોંગ્રેસ કાશ્મીર મામલે કર્યો મોટો ખુલાસો

લાતૂર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાતૂર ખાતે ચૂંટણી સભાને સંબોધતાં કોંગ્રેસ અને કાશ્મીર મામલે મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો, કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, આ એ પાર્ટી છે કે એ જે વાત કરે છે એવી વાતો પાકિસ્તાન કરે છે. કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં તોફાની તત્વો સાથે વાતચીત કરવાનો આલાપ રાગે છે પાકિસ્તાન પણ એ જ ઇચ્છી રહ્યું છે કે જેનાથી ભારત આ બધામાં અટવાયેલું રહે. વધુમાં એમણે કહ્યું કે, કોંગ્રેસમાં અકલ હોતી તો 1947માં હિંમતથી ઉભું રહ્યું હોત તો આજે કાશ્મીરના ભાગલા ન પડ્યા હોત. 

વડાપ્રધાન મોદીના સંબોધનના મુખ્ય અંશ
પીએમ મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસ કાશ્મીરમાંતી ધારા 370 હટાવવાનો વિરોધ કરી રહ્યું છે, તો બીજી બાજુ દેશદ્રોહનો કાયદો નાબુદ કરવા માગ કરી રહ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, દેશની સંસ્કૃતિ અને પરંપરાની રક્ષા થવી જોઇએ ત્યારે કોંગ્રેસ દેશની રક્ષા કરી શકસે નહીં. કોંગ્રેસ બાલાસાહેબના નાગરિક અને મતાધિકાર છીનવ્યા હતા. કોંગ્રેસ પહેલા અરીસો જુએ, માનવઅધિકારીની વાત તેમને શોભતી નથી.

વધુમાં પીએ મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસ જનતાને ખોટુ બોલી ભ્રમિત કરી રહી છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વોટ માટે છે. જ્યારે અમારો સંકલ્પ પત્ર દેશવાસીઓના વિકાસ માટે છે. ભાજપે સંકલ્પ પત્રમાં જેનો ઉલ્લેખ નહોતો કર્યો તે કામ પણ કરી બતાવ્યુ છે. દેશભરના ખેડૂતો અને નાના દુકાનદારોને પેન્શન સુવિધાઓ આપવાનું વિચારી રહ્યાં છે. 2022 સુધીમાં દરેક બેઘરને પોતાનું ઘર આપવાનું અમારુ સ્વપ્ન છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, દેશની વર્તમાન જરૂરીયાત અને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી અમે સંકલ્પ પત્ર તૈયાર કર્યો છે. 2014માં અમે અમારા સંકલ્પ પત્રમાં અમે નહતું કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક કરીશું કે એર સ્ટ્રાઇક કરીશું તેમ છતાં અમે અમારી જવાબદારીઓ નિભાવી છે. ભાજપે મધ્યમ વર્ગના સવર્ણોને 10 ટકા અનામત આપવાનું કાર્ય સમ્પન કર્યું છે. ઘરે ઘરે શૌચાલય, બેંક ખાતાની અમે જાહેરાત નહોતી કરી તેમ છતાં આજે દરેકને આ સુવિધાઓ આપી છે. અમે જે સકલ્પ લઇએ છે તેને પૂર્ણ કરવામાં દિવસ રાત એક કરી દઇએ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news