શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં એક કલાકની અંદર આતંકીઓની બે અલગ-અલગ જગ્યાએ નાપાક હરકત સામે આવી છે. આતંકીઓની ગોળીબારીમાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયા, જ્યારે ઈદગાહની પાસે આતંકીઓએ એક નાગરિકની ગોળી મારી હત્યા કરી છે. અનંતનાગમાં આતંકીઓ સામે અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક એએસઆઈ શહીદ થયા છે. તો શ્રીનગરના મેરઝાનપોરા ઈદગાહની પાસે આતંકીઓએ એક નાગરિકની ગોળી મારી હત્યા કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, પહેલા હુમલાની ઘટના અનંતનાગમાં થઈ. જ્યાં બિજબેહરા પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઈ મોહમ્મદ અશરફને આતંકીઓએ અંધાધુંધ ફાયરિંગ કરીને ઈજાગ્રસ્ત કરી દીધો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયામ તેમનું નિધન થયું છે. પોલીસ અને સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચઓપરેશન શરૂ કર્યું છે. 


આ પણ વાંચોઃ Omicron એ દેશની ચિંતા વધારી, કેરલમાં 9 અને જયપુરમાં 4 નવા કેસ, લાગી શકે છે પ્રતિબંધ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube