રાજૌરી: જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકી હુમલો થયો છે. રાજૌરીમાં ભાજપ મંડળ અધ્યક્ષના ઘર પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. જેમને રાજૌરી જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. એક બાળકનું મોત થયું હોવાના અહેવાલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસએફના કાફલા ઉપર પણ હુમલો
આજે કુલગામના કાઝીગુંડ વિસ્તારના મીર બજારમાં બીએસએફના કાફલા ઉપર પણ આતંકીઓએ હુમલો કર્યો હ તો. જો કે આ હુમલામાં કોઈ ઘાયલ થયાની સૂચના મળી નથી. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના માલપોરા વિસ્તારમાં પણ ફાયરિંગના અવાજ સંભળાયા હતા. 


અથડામણમાં સીઆરપીએફના જવાન સહિત 3 ઘાયલ
કુલગામ જિલ્લામાં બીએસએફના કાફલા પર ફાયરિંગ બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં એક સુરક્ષાકર્મી સહિત 3 લોકો ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું કે બીએસએફના કાફલા પર જે સમયે હુમલો થયો તે સમયે તે જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ કુલગામ જિલ્લામાં કાઝીગુંડ વિસ્તારના માલપોરામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બીએસએફના કાફલા પર ફાયરિંગ કર્યું. 


સેનાએ આતંકીઓને ઘેર્યા
પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે શરૂઆતના હુમલામાં કોઈ ઘાયલ થયું નહતું. બાદમાં આતંકીઓને ઘેરી લેવાયા. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારમાં નાગરિકોને બહાર કાઢ્યા બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. તેમણે જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે અટકી અટકીને થઈ રહેલા ફાયરિંગમાં એક સીઆરપીએફનો જવાન ઘાયલ થયો. અધિકારીઓના જણાવ્યાં મુજબ ગોળી વાગવાથી ઘાયલ બે નાગરિકોને અનંતનાગની એક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube