પુલવામાના CRPF અને પોલીસ કેમ્પ પર આતંકીઓનું ફાયરિંગ, એક જવાન ઘાયલ
પુલવામાના CRPF અને પોલીસના સંયુક્ત કેમ્પ પર શુક્રવાર સાંજે આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં સીઆરપીએફના એક જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સેના દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
શ્રીનગર: પુલવામાના CRPF અને પોલીસના સંયુક્ત કેમ્પ પર શુક્રવાર સાંજે આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં સીઆરપીએફના એક જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સેના દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
પુલવામા જિલ્લા પોલીસે જણાવ્યું કે, એક જવાન આ આતંકી હુમલામાં એક જવાન ઘાયલ થયો છે. આતંકીઓએ પુલવામાના નેહા વિસ્તારમાં સુરક્ષા દળ દ્વારા સ્થાપિત મોબાઇલ ચેક પોઇન્ટ પર ફાયરિંગ શરૂ કર્યું હતું જેમાં એક જવાન ઘાયલ થયો છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. સુરક્ષા દળ દ્વારા આતંકીઓની ધરપકડ માટે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube