નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ ત્યાં આતંકવાદી ઘટનાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગૃહ મંત્રાલય પ્રમાણે આતંકી ઘટનાઓમાં 2019ના મુકાબલે 2020માં 59 ટકાનો ઘટાડો થયો છે અને જૂન 2021 સુધી 32 ટકાનો ઘટાડો થયો છે. આ જાણકારી મંત્રાલયે રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં આપી છે. સરકારે તે પણ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ બહાલ થયા બાદ યોગ્ય સમય પર તેને ફરી રાજ્યનો દરજ્જો પ્રદાન કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલય પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં સતત પાછલા વર્ષની તુલનામાં આતંકી ગતિવિધિઓમાં કમી આવી રહી છે. મંત્રાલયની પાસે રહેલા આંકડા પ્રમાણે વર્ષ 2020માં વર્ષ 2019ના મુકાબલે 59 ટકા આતંકી ઘટનાઓમાં કમી આવી છે. આ વર્ષે અત્યાર સુધીના આંકડા પ્રમાણે જૂન 2021 સુધી આતંકી ઘટનાઓમાં 32 ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલયનો દાવો છે કે હાલના સમયમાં કાશ્મીરમાં જાહેર સંસ્થા, જેમાં જાહેર પરિવહન સરકારી કાર્યાલય અને સ્વાસ્થ્ય સંસ્થાઓ છે, તે સામાન્ય રૂપથી ચાલી રહી છે. રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ કાશ્મીરમાં કડક કાયદો લગાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે લોકો પર કડક નજર રાખવામાં આવી રહી છે જે આતંકીઓને મદદ કરી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર ઇમરજન્સી ગ્રિડ મજબૂતીથી કામ કરી રહ્યું છે, જેથી તત્કાલ આતંક વિરોધી અભિયાનમાં સહાયતા મળી શકે. 


આ પણ વાંચોઃ અમેરિકી વિદેશમંત્રીએ NSA અજીત ડોભાલ સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા


સરકારનો દાવો છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો સામનો કરવા માટે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આતંકવાદી સંગઠનો દ્વારા ઉભા થતા પડકારના સામના માટે પ્રભાવશાળી રીતે ઉપાય કરવામાં આવી રહ્યાં છે. સમય-સમય પર આતંકીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. સાથે સરકાર યુવાનોને મુખ્યધારામાં લાવવા માટે પણ અનેક સકારાત્મક નીતિઓ ચલાવી રહી છે. સરકારનો દાવો છે કે આ નીતિઓને કારણે યુવાઓ મુખ્યધારામાં પરત આવી રહ્યાં છે. 


મોબાઇલ ઇન્ટરનેટ શરૂ
સરકારનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર અને મોબાઇલ સેવાઓ પર રાષ્ટ્રહિતમાં અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલાની સમય-સમય પર સમીક્ષા કરવામાં આવી અને આ પ્રતિબંધો તબક્કાવાર હટાવવામાં આવ્યા છે. સરકાર પ્રમાણે 5 ફેબ્રુઆરી 2021થી જમ્મુ-કાશ્મીરમાં 4જી ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી હતી. હવે ત્યાં સ્થિતિ સામાન્ય થયા બાદ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube