શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામમાં આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો છે જેમાં ભાજપના નેતા જાવેદ અહમદ ડારનું (Javed Ahmad Dar) મોત થયું છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ ડારને નિશાન બનાવતી વખતે આ ઘટનાને અંજામ આપ્યો છે. હુમલા બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોળી વાગતા ભાજપના નેતાનું મોત
જાવેદ અહેમદ ભાજપના કુલગામ એકમના સભ્ય હતા અને તેઓ હોમશાલીબાગ મતવિસ્તારના પ્રભારી પણ હતા. ભાજપના કાશ્મીર મીડિયા સેલના વડા મંઝૂર અહેમદે આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. મળતી માહિતી મુજબ, આતંકવાદી ઘટનામાં ગોળી વાગ્યા બાદ જાવેદ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ભાજપના નેતાનું હોસ્પિટલમાં મોત થયું હતું.


આ પણ વાંચો:- ભારતની એક રહસ્યમય જગ્યા, જ્યાં સગા ભાઈ-બહેન એક સાથે જાય તો બની જશે પતિ-પત્ની


પોલીસના જણાવ્યા મુજબ, આતંકવાદીઓએ જાવેદ અહેમદ ડારને દક્ષિણ કાશ્મીરના બ્રજલુ જાગીર વિસ્તારમાં તેમના ઘરની નજીક સવારે 4.30 વાગ્યે ગોળી મારી હતી. હવે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.


ભાજપ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ આ હુમલાને નિંદનીય ગણાવ્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે અહેમદના પરિવાર પ્રત્યે મારી સંવેદના, અલ્લાહ તેમને સ્વર્ગમાં સ્થાન આપે.


આ પણ વાંચો:- VIDEO: મહારાજા રણજીત સિંહની પ્રતિમા સાથે તોડફોડ, ઇસ્લામિક પાર્ટીના સભ્ય પર આરોપ


ભાજપના નેતાઓ પર હુમલા વધ્યા
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓ સતત ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. ગયા સપ્તાહે આતંકવાદીઓએ અનંતનાગમાં આવી જ એક ઘટનાને અંજામ આપ્યો હતો. શહેરના લાલ ચોક ખાતે આતંકવાદીઓએ ભાજપના નેતા ગુલામ રસૂલ ડાર અને તેની પત્ની પર ગોળીબાર કર્યો હતો, જે બાદ બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube