J&K: કુલગામની બેંક પર આતંકવાદી હૂમલો, સુરક્ષાકર્મચારી સહિત 2 ઘાયલ
સુરક્ષાદળોની કડકાઇ છતા પણ ખીણ વિસ્તારમાં આતંકવાદીઓની હિંમતમા સતત વધારો થઇ રહ્યો છે, આતંકવાદીઓ ખુલ્લેઆમ સુરક્ષા સંસ્થાઓ પર હૂમલા કરી રહ્યા છે
જમ્મુ : જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હૂમલાઓ રોકાઇ નથી રહ્યા. ખીણમાં આતંકવાદી ઘટનાઓ અટકવાની વાત તો દુર પરંતુ આતંકવાદીઓનો વ્યાપ સતત વધતો જઇ રહ્યો છે. હવે આતંકવાદીઓ ખીણની મુખ્ય ઇમારતો અને સેનાને જ પોતાનું નિશાન બનાવી રહ્યા છે. હાલનાં કેસમાં આતંકવાદીઓએ કુલગામના જમ્મુ કાશ્મીર બેંકની એક શાખા પર હૂમલો કરી દીધો હતો. આ હૂમલામાં બેંકમાં રહેલા એક નાગરિક અને ત્યા રહેલ સુરક્ષા ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુરક્ષાકર્મચારીઓએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. તે ઉપરાંત શોપિયા એક બેંકને પણ શંકાસ્પદ લોકોએ નિશાન બનાવી હતી. ત્યાં ફરજ પર રહેલા સુરક્ષા ગાર્ડની બંદુક લઇને ફરાર થઇ ગયા હતા. આ પ્રકારની એક ઘટના એક દિવસ પહેલા ગુરૂવારે શોપિયામાં પણ બની હતી, જ્યાં એક આતંકવાદી નેતાના આવાસની બહાર ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલ એક નેતાના ઘરની બહાર ફરજમાં રહેલ પોલીસની એક ચોકીમાં ઘુસીને ચાર રાઇફલ લઇને ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર કુલગામમાં જમ્મુ અને કાશ્મીર બેંકની શાખામાં શુક્રવારે બપોરે લોકો પોતાના નિયમિત કામ કરતા હતા. ત્યારે કેટલાક આતંકવાદીઓ આવ્યા અને હથિયારોના બળ પર લોકોને ડરાવી- ધમકાવીને લૂંટવાનો પ્રયાસ કરવા લાગ્યા. આતંકવાદીઓની આ ઘટનાને ત્યાં રહેલા સુરક્ષા કર્મચારીઓએ વિરોધ કર્યો તો આતંકવાદીઓએ ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ થતા જ બેંક અને આસપાસના વિસ્તારોમાં ભાગદોડ મચી ગઇ હતી. આ ગોળીબારમાં એક સુરક્ષા કર્મચારી અને એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. ઘાયલોની પાસે હોસ્પિટલમાં ભર્તી કરાવાયા હતા.
આતંકવાદીઓ બેંક લૂટમાં સફળ રહ્યા કે નહી, તેની માહિતી નહોતી મળી શકી. જો કે હાલની માહિતી અનુસાર સુરક્ષા કર્મચારીઓએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે. બીજી તરફ બંન્ને ઘાયલોની પરિસ્થિતી ખતરાની બહાર હોવાનું જણાવાઇ રહી છે.
હથિયારો લૂંટી રહ્યા છે આતંકવાદીઓ
એક એવી ઘટના શોપિયામાં બની જ્યાં કેટલાક શંકાસ્પદ લોકોએ જમ્મુ અને કાશ્મીર બેંકની એક શાખાને નિશાન બનાવી અને ત્યાં ફરજ પર રહેલા સુરક્ષાગાર્ડની બંદુક લઇને ભાગી ગયા હતા. એક અન્ય ઘટનાક્રમમાં શ્રીનગરના લાલચોકમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી છે. આ માહિતી અંગે સેના અને પોલીસ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન આરંભાયું છે. મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતું.