શ્રીનગર: જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)ના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાબળોએ શોધખોળ અભિયાન ચાલુ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ કુલગામના યારીપોરા વિસ્તારમાં સ્થાનિક પોલીસ મથકના એસએચઓ (SHO) સહિત ઘણા પોલીસકર્મીઓ પર ગોળીઓ ચલાવી હતી. આઇજીપી કાશ્મીરએ કહ્યું કે 'આતંકવાદીઓએ યારીપોરાના પોલીસ વાહન પર ગોળીબારી કરી, જેનો સુરક્ષાબળોએ જડબાતોડ જવાબ આપ્યો. આ ગોળીબારીની ઘટનામાં એક નાગરિક ઘાયલ થયો છે. 


સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલની ઓળખ ઇમ્તિયાઝ અમહદના રૂપમાં કરવામાં આવી છે. જેને છાતીમાં ગોળી વાગી છે. સ્થિતિ ગંભીર હોવાના કારણે ઘાયલને સારવાર માટે જીએમાસી અનંતનાગમાં રિફર કરવામાં આવ્યો છે.


પોલીસ મહાનિરિક્ષક કાશ્મીર રેંજ વિજય કુમારે કહ્યું કે 'એક વાહનમાં સવાર ઉગ્રવાદીઓએ બજારમાં એક પોલીસ પાર્ટી પર ગોળીબારી કરી. આ ઘટનામાં કોઇપણ પોલીસકર્મીને ઇજા પહોંચી નથી જોકે એક નાગરિક ઘાયલ થયો છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube