ઘાટીમાં ફરી હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ, કાશ્મીરી પંડિતને આતંકીઓએ મારી ગોળી, સારવાર દરમિયાન મોત
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકીઓએ અલ્પસંખ્યક સમુદાયના યુવકને નિશાન બનાવ્યો છે. અહીં એક કર્મચારીને ગોળી મારી દેવામાં આવી છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સતત પોતાના નાપાક હરકતોને અંજામ આપતા રહે છે. હવે કાશ્મીરના ઘાટીમાં કાશ્મીરી પંડિતોને ડરાવવાનો પ્રયાસ આતંકીઓએ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકીઓએ મામલતદાર ઓફિસમાં અલ્પસંખ્યક સમુદાયના કર્મચારીને ગોળી મારી છે. જેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું છે.
જાણકારી અનુસાર આ ઘટના જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લા સ્થિત ચદૂરા મામલતદાર કાર્યાલયમાં થઈ છે. આતંકીઓ ફરી હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બુધવારે આતંકીઓએ બડગામ સ્થિત મામલતદાર કાર્યાલયમાં એક કર્મચારીઓ પર ગોળીઓથી હુમલો કર્યો હતો. ગોળી લાગનાર વ્યક્તિ અલ્પસંખ્યલ સમુદાયનો છે. તેની ઓળખ કાશ્મીરી પંડિત સમુદાયના સભ્ય રાહુલ ભટના રૂપમાં થઈ છે.
વિદેશ જનારા લોકો 9 મહિના પહેલા લઈ શકશે બૂસ્ટર ડોઝ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
કાશ્મીર પોલીસે આપેલી માહિતી પ્રમાણે, મામલતદાર કાર્યાલય ચદૂરા, બડગામમાં આતંકીઓએ અલ્પસંખ્યક સમુદાયના એક કર્મચારી રાહુલ ભટ પર ગોળી ચલાવી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube