વિદેશ જનારા લોકો 9 મહિના પહેલા લઈ શકશે બૂસ્ટર ડોઝ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Coronavirus Booster Dose: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, વિદેશ યાત્રા કરનાર ભારતીય નાગરિક અને વિદ્યાર્થીઓ પોતાના ગંતવ્ય દેશના દિશાનિર્દેશો પ્રમાણે પ્રિકોશન ડોઝ લઈ શકે છે. 

વિદેશ જનારા લોકો 9 મહિના પહેલા લઈ શકશે બૂસ્ટર ડોઝ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોના વેક્સીનના પ્રિકોશન ડોઝ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે વિદેશ યાત્રા પર જતા લોકોને નિર્ધારિત નવ મહિનાના વેઇટિંગ સમય પહેલા ગંતવ્ય દેશના દિશા-નિર્દેશો અનુસાર પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી વિદેશ જવા ઈચ્છતા અનેક લોકોને ફાયદો થશે. વિદેશ જનારા યાત્રીકો માટે પ્રિકોશન ડોઝ સંબંધી નિયમોમાં છૂટછાડનો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્ણય વેક્સીનેશન પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહની ભલામણોનો આધાર પર લેવામાં આવ્યો છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યુ, 'વિદેશયાત્રા કરનાર ભારતીય નાગરિક અને વિદ્યાર્થી હવે પોતાના ગંતવ્ય દેશના દિશાનિર્દેશન અનુસાર પ્રિકોશન ડોઝ લઈ શકે છે. આ નવી સુવિધા જલદી કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ થશે.'

This new facility will be available soon on the CoWIN portal.

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) May 12, 2022

સલાહકાર સમૂહે કરી હતી ભલામણ
વેક્સીનેશન પર બનેલા સલાહકાર સમૂહે પાછલા સપ્તાહે ભલામણ કરી હતી કે જે લોકોને વિદેશ યાત્રાએ જવાનું છે, તે નવ મહિનાના ફરજીયાત અંતર પહેલા ગંતવ્ય દેશના નિયમો અનુસાર રસીનો પ્રિકોશન ડોઝ લઈ શકે છે. વર્તમાન જોગવાઈ પ્રમાણે 18 વર્ષથી ઉપરના તમામ લોકો જેણે બીજા ડોઝ લીધાના નવ મહિના થઈ ગયા છે, તે પ્રિકોશન ડોઝ લેવા માટે પાત્ર છે. ભારતમાં 10 એપ્રિલે ખાનગી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news