શ્રીનગરઃ Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં આતંકી હુમલાને કારણે એક પોલીસકર્મી ગુલામ મોહમ્મદ ડાર શહીદ થયા છે. આતંકીઓએ વેલૂ ક્રાલપોરા ગામમાં તેમના ઘરમાં ઘૂસી ગોળીબારી કરી હતી. ડાર પોલીસમાં હેડ કોનસ્ટેબલના રૂપમાં તૈનાત હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજાણ્યા આતંકીઓના હુમલાથી ગુલામ મોહમ્મદ ડાર ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે એસડીએચ તંગમાર્ગ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું હતું.


આતંકીઓએ ત્રણ દિવસમાં ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે. તો ત્રણ દિવસમાં પોલીસ પર આ બીજો હુમલો છે. રવિવારે શ્રીનગરમાં ઈન્સ્પેક્ટર મસૂર અલી પર હુમલો થયો હતો, જે હજુ હોસ્પિટલમાં દાખલ છે. 


જમ્મુ-કાશ્મીર પોલીસે શહીદને આપી શ્રદ્ધાંજલિ
કાશ્મીર ઝોન પોલીસે પોતાના સત્તાવાર X હેન્ડલથી મંગળવાર (31 ઓક્ટોબર) એ રાત્રે જણાવ્યું- ઈજાગ્રસ્ત પોલીસકર્મીનો જીવ બચી શક્યો નહીં, તેમણે વીરગતિ પ્રાપ્ત કરી. અમે શહીદને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આ નાજુક સમયમાં તેમના પરિવારની સાથે છીએ. તે વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 


આ પણ વાંચોઃ વર્ષ 2022માં રોડ અકસ્માતમાં 1.68 લાખ લોકોના મોત, દર કલાકે 53 દુર્ઘટના અને 19ના મોત


પુલવામામાં શાકભાજી લેવા ગયેલા મજૂરની હત્યા
આતંકીઓએ સોમવારે પુમલામા જિલ્લામાં ઉત્તર પ્રદેશના રહેવાસી મુકેશ કુમારની ગોળી મારી હત્યા કરી હતી. મુકેશ મજૂરી કામ કરતો હતો. આતંકીઓએ મુકેશ પર તે સમયે હુમલો કર્યો હતો, જ્યારે તે પુલવામાની તુમચી નૌપોરામાં શાકભાજી ખરીદવા બજાર ગયો હતો. 


ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, અધિકારીઓએ જણાવ્યું હતું કે મુકેશ વણાટ ઉદ્યોગ સાથે જોડાયેલો હતો અને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube