અમદાવાદ :રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAએ મોટો ખુલાસો કર્યો છે. તેનાથી માલૂમ પડે છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે મોબાઈલ એપનો સહારો લઈ રહ્યું છે. NIA એ ગત વર્ષ પુલવામામાં થયેલા આતંકી હુમલાની તપાસ બાદ આ ખુલાસો કર્યો છે. આ મામલાની તપાસમાં જોડાયેલ NIAની એક ટીમે જૈશ-એ-મોહુંદના આ ખાસ એપ વિશે માહિતી મેળવી છે. આ એપનો ઉપયોગ આતંકી ગ્રૂપ ભારત પર હુમલો કરવા માટે કરી રહ્યું છે. ઝી મીડિયાના હાથ લાગેલા NIAના દસ્તાવેજોથી આ ખુલાસો થયો છે કે, જૈશ text-now નામના મોબાઈલ એપનો ઉપયોગ કરી રહ્યું છે. 


અમેરિકા-ઈરાનના ઝઘડા વચ્ચે ઓમાનની ખાડીમાં ફસાયુ ભારતનું INS ત્રિખંડ, વિદેશ મંત્રાલયની એડવાઈઝરી જાહેર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઈલ એપ કેવી રીતે કામ કરે છે
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના વડાએ આ મોબાઈલ એપનો અનેક ખાસ હેતુઓથી તૈયાર કરાવી છે. પંરતુ તેનો હેતુ વિનાશ ફેલાવવાનો છે. આતંકવાદીઓના આકા આ મોબાઈલ એપના માધ્યમથી આતંકવાદીઓની ભરતી કરે છે. એટલુ જ નહિ, આ એપના ઉપયોગથી આતંકવાદી સંગઠનમાં સામેલ ક્રુર આતંકવાદી એક બીજા સાથે વાત પણ કરે છે અને તબાહી ફેલાવવાનો સંકેતોનું આદાનપ્રદાન પણ કરે છે.


Uber અને Hyundaiનો આ પ્લાન સક્સેસફુલ ગયો તો તમે ઉડીને ઓફિસ જઈ શકશો

બાલાકોટમાં છે કન્ટ્રોલ રૂમ
આતંકવાદીઓના આકાઓએ મોબાઈલ એપ (text-now) નો કન્ટ્રોલ રૂમ બાલાકોટમાં બનાવી રાખ્યો છે. જ્યાં આતંકવાદી સંગઠન જેશ-એ-મોહંમદના વડા જમ્મુ-કાશ્મીર અને દેશના અલગ અલગ હિસ્સાઓમા સક્રિય આતંકવાદીઓના સંપર્કમાં રહે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....