Uber અને Hyundaiનો આ પ્લાન સક્સેસફુલ ગયો તો તમે ઉડીને ઓફિસ જઈ શકશો

જરા વિચાર કરો કે, તમે ઉબેરથી કાર કે બાઈકને બદલે કોઈ ફ્લાઈંગ કારને બૂક કરાવો છો. સમગ્ર દુનિયામાં સસ્તી ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનારી કંપની ઉબેરે કાર કંપની હ્યુન્ડાઈ (Hyundai) સાથે all-electric air taxi ઈલેક્ટ્રિક ટેક્સી તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ નવી ફ્લાઈંગ કાર જમીનથી થોડી ઉંચાઈ પર ઉડશે. હાલ ચાલી રહેલા પ્રોજેક્ટના તમામ પ્રયોગ સફળ થયા બાદ તેને જલ્દી જ ઉપયોગમાં લઈ શકાશે. 
Uber અને Hyundaiનો આ પ્લાન સક્સેસફુલ ગયો તો તમે ઉડીને ઓફિસ જઈ શકશો

નવી દિલ્હી :જરા વિચાર કરો કે, તમે ઉબેરથી કાર કે બાઈકને બદલે કોઈ ફ્લાઈંગ કારને બૂક કરાવો છો. સમગ્ર દુનિયામાં સસ્તી ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનારી કંપની ઉબેરે કાર કંપની હ્યુન્ડાઈ (Hyundai) સાથે all-electric air taxi ઈલેક્ટ્રિક ટેક્સી તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ નવી ફ્લાઈંગ કાર જમીનથી થોડી ઉંચાઈ પર ઉડશે. હાલ ચાલી રહેલા પ્રોજેક્ટના તમામ પ્રયોગ સફળ થયા બાદ તેને જલ્દી જ ઉપયોગમાં લઈ શકાશે. 

1000-2000 ફીટની ઊંચાઈ પર ઉડશે
આ એરક્રાફ્ટની ડિઝાઈન સમગ્ર રીતે ઈલેક્ટ્રિક છે, જે ડિસ્ટ્રીબ્યુટેડ ઈલેક્ટ્રીક પ્રોપલ્શનનો યુઝ કરશે. તેને ઉડાવવા માટે ઈલેક્ટ્રિક ચાર્જ કરવાની જરૂર રહેશે. તેને ચાર્જ કરવામાં 5 થી7 મિનીટનો જ સમય લાગશે. આ એરક્રાફ્ટ કોન્સેપ્ટને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, કે તે 1000-2000 ફીટની ઊંચાઈ પર 290 કિલોમીટર પ્રતિ કલાકની તેજીથી સતત 100 કિલોમીટર સુધી ઉડાવી શકાય છે.

અમેરિકા-ઈરાનના ઝઘડા વચ્ચે ઓમાનની ખાડીમાં ફસાયુ ભારતનું INS ત્રિખંડ, વિદેશ મંત્રાલયની એડવાઈઝરી જાહેર

એક પાયલટ અને ત્રણ સવારી બેસી શકશે
આ એરક્રાફ્ટમાં 4 લોકોને બેસવાની જગ્યા બનાવવામાં આવી છે. પાર્ટનરશિપ પ્રોજેક્ટ અંતર્ગત હ્યુન્ડાઈ હવામાં ઉડનારા વ્હીકલ્સ બનાવશે અને ચલાવશે. ઉબેર ઈન એર વ્હીકલ્સને એરસ્પેસ સપોર્ટ સર્વિસ, ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશનથી કોન્ટેક્ટ અને એરિયલ રાઈડ શેર નેટર્વકની સહારે કસ્ટમર ઈન્ટરફેસ પર કામ કરશે.

લાસ વેગારમાં કર્યું એનાઉન્સમેન્ટ
હ્યુન્ડાઈએ હાલમા જ અમેરિકન શહેર લાસ વેગાસમાં ટેક શો કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શો 2020ની પ્રેસ કોન્ફરન્સમાં પોતાના આ એરક્રાફ્ટ કોન્સેપ્ટને દુનિયાની સામે શોકેસ કર્યું અને ભવિષ્યમાં આવનારી આ ઉબેર એરક્રાફ્ટ ટેક્સીની આખી યોજનાની બ્લ્યુ પ્રિન્ટ પણ બતાવી. હ્યુન્ડાઈ (Hyundai) એ જણાવ્યું કે, ઉબેરની સાથે મળીને તે Personal Air Vehicle, S-A1 પર કામ કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news