નવી દિલ્હીઃ 12 Rajya Sabha MPs Suspended: રાજ્યસભામાંથી હાલના શિયાળુ સત્રમાં વિપક્ષી દળોના 12 સાંસદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમાં એલામારામ કરીમ (સીપીએમ), ફૂલો દેવી નેતમ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ), બિનોય વિશ્વમ (સીપીઆઈ), ડોલા સેન અને શાંતા છેત્રી (ટીએમસી), પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ (શિવસેના) સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાંસદોના પાછલા ચોમાસુ સત્ર દરમિયાન હંગામાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેની જાણકારી સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ રાજ્યસભાને આપી છે. રાજ્યસભામાંથી સસ્પેન્ડ થવા પર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, અમારો પક્ષ જાણ્યા વગર કાર્યવાહી કરવામાં આવી છે. 


હવે આંદોલન થશે સમાપ્ત? સંસદના બંને ગૃહમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ, PM મોદીનું વચન પૂરુ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube