Tomato Price: ગૃહિણીઓના રસોડામાંથી ટમેટા ધીરે ધીરે ગાયબ થવા લાગ્યા છે. તેનું કારણ છે ટમેટાના વધેલા ભાવ. બજારમાં ટમેટા 100 થી 120 રૂપિયાના કિલો થઈ ગયા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટમેટાના ભડકે બળતા ભાવ વચ્ચે ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટમેટાના વધેલા ભાવ અસ્થાયી સમસ્યા છે અને તે ટૂંક સમયમાં જ ઘટી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટમેટાના વધતા ભાવને લઈને ઉપભોક્તા વિભાગના સચિવ રોહિત કુમારનું કહેવું છે કે ટમેટાના ભાવમાં ઉછાળો અસ્થાયી સમસ્યા છે. જે વરસાદના કારણે સર્જાઈ છે. દર વર્ષે આ સમય દરમિયાન આવું થાય છે. હાલ ટમેટાના ભાવ વધ્યા છે તેનું કારણ અચાનક આવેલો વરસાદ છે. પરંતુ ટૂંક સમયમાં જ સ્થિતિ સામાન્ય થઈ જશે.


આ પણ વાંચો:


આગામી 5 દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં મેઘરાજા બોલાવશે બગડાટી, અતિભારે વરસાદની આગાહી


મનાલી, કુલ્લુ.. ફરવા જવાનું 1 જુલાઈ સુધી ટાળજો, જાશો તો ફરવાના મૂડની પથારી ફરી જશે


IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ


દેશના ચાર મેટ્રો શહેરની વાત કરીએ તો દિલ્હીમાં ટમેટાના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો, મુંબઈમાં 42 રૂપિયા પ્રતિ કિલો, કલકત્તામાં 75 રૂપિયા પ્રતિ કિલો અને ચેન્નઈમાં 67 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર અને કર્ણાટકમાં ટમેટાના ભાવ 122 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા છે. ગુજરાતમાં પણ ટમેટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચવા જઈ રહ્યા છે.


દિલ્હી એનસીઆરમાં દૂધ તેમજ ફળ અને શાકભાજીનું વેચાણ કરતી મધર ડેરીના સ્ટોર પર ટમેટાના ભાવ એક અઠવાડિયામાં જ બમણા થઈ ગયા છે અને 40 થી 80 રૂપિયા પહોંચી ગયા છે. મધર ડેરીનું કહેવું છે કે ટમેટાના પ્રમુખ ઉત્પાદક વિસ્તારોમાં વરસાદના કારણે ટમેટાની આવકમાં ઘટાડો થયો છે અને તેના કારણે ભાવમાં વધારો થયો છે. અચાનક આવેલા વરસાદના કારણે ટમેટાનો પાક પ્રભાવિત થયો છે જેના કારણે માંગની સરખામણીમાં આવક ઘટી ગઈ છે.


રાજધાની દિલ્હીમાં છૂટક શાકના વેપારીઓ ટમેટાને 80 થી 120 રૂપિયા પ્રતિ કિલો ના ભાવ પર વેચી રહ્યા છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ગૃહિણીઓ માટે ચિંતાજનક વાત એ છે કે 15 જૂન સુધી જે ટમેટા 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાતા હતા તે થોડા જ દિવસોમાં 60, 80 અને હવે 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.