`નેપાળ` ના પાકિસ્તાનમાં થયા લગ્ન, સર્જીકલ સ્ટ્રાઇક થતા હિન્દુસ્તાન આવવામાં પડી તકલીફ
થાર એક્સપ્રેસ બંધ થયા બાદ અનેક દુલ્હનો પાકિસ્તામાં ફસાઇ ગઇ હતી. દુલ્હાઓ સતત પોતાની દુલ્હનોને ભારત લાવવા માટે સંઘર્ષણ કરી રહ્યા હતા. આજે આખરે તે ઘડી આવી ગઇ જ્યારે 2 વર્ષ બાદ એક દુલ્હન મોરબાઇ અને છગન બાઇ પોતાનાં શ્ર્વસુરગૃહ એટલે કે હિન્દુસ્તાનના બાડમેર-જેસલમેર પહોંચી તો પરિવારનાં લોકો ખુશખુશાલ થઇ ગયા. જિલ્લા મુખ્યમથક ખાતે તેમનું સ્વાગત કરાવવામાં આવ્યું. જો કે હજી પણ એક દુલ્હન પાકિસ્તાનમાં અટવાયેલી હોવાનું દુખ પણ છે.
અમદાવાદ : થાર એક્સપ્રેસ બંધ થયા બાદ અનેક દુલ્હનો પાકિસ્તામાં ફસાઇ ગઇ હતી. દુલ્હાઓ સતત પોતાની દુલ્હનોને ભારત લાવવા માટે સંઘર્ષણ કરી રહ્યા હતા. આજે આખરે તે ઘડી આવી ગઇ જ્યારે 2 વર્ષ બાદ એક દુલ્હન મોરબાઇ અને છગન બાઇ પોતાનાં શ્ર્વસુરગૃહ એટલે કે હિન્દુસ્તાનના બાડમેર-જેસલમેર પહોંચી તો પરિવારનાં લોકો ખુશખુશાલ થઇ ગયા. જિલ્લા મુખ્યમથક ખાતે તેમનું સ્વાગત કરાવવામાં આવ્યું. જો કે હજી પણ એક દુલ્હન પાકિસ્તાનમાં અટવાયેલી હોવાનું દુખ પણ છે.
બહેનનાં દહેજ માટે બે લોકોના જીવ લઇ લીધા, સગાઓ સાથે મળીને હસતો રમતો પરિવાર વિંખી નાખ્યો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જેસલમેર જિલ્લાનાં બઇયા ગામનાં નેપાલ સિંહનો સંબંધ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયો. થાર એક્રપ્રેસ દ્વારા જાન પાકિસ્તાન ગઇ, નેપાળ સિંહનાં લગ્ન 26 જાન્યુઆરી 2019 ના રોજ થયા હતા. આ પ્રકારે બાડમેર જિલ્લાના ગીરાબના મહેન્દ્રસિંહના લગ્ન એપ્રીલ 2019માં જાન લઇને પાકિસ્તાન ગયા હતા. 16 એપ્રીલે તેમના પણ લગ્ન થયા. બંન્ને દુલ્હા પોતાની દુલ્હનો સાથે આવવા માંગતા હતા. બંન્ને પોતાની પત્ની સાથે જ પરત આવવા માંગતા હતા. 14 ફેબ્રુઆરી 2019 ના દિવસે પુલવામાં હુમલો થયો. ત્યાર બાદ થોડા દિવસોમાં ભારતે સર્જીકલ સ્ટ્રાઇક કરી.
Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાની સ્થિતી ફરી એકવાર બેકાબુ, નવા 581 દર્દી
જેના કારણે બંન્ને દેશોની વચ્ચે સંબંધોમાં તીરાડ પડી હતી. જેના કારણે બંન્ને દેશોની વચ્ચે ચાલનારી થાર એક્સપ્રેસ ટ્રેન અટકી ગઇ હતી. સ્થિતી સામાન્ય થાય ત્યાં સુધી તેઓ 3-4 મહિના પાકિસ્તાનમાં રોકાયા હતા. જેથી દુલ્હનોની સાથે વિદાય લીધી. જો કે તેમને વિઝા નહોતા મળ્યા. આખરે દુલ્હાઓ દુલ્હન લીધા વગર જ પરત ફર્યા. આટલો સમય દોડાદોડી છતા તેમની પત્નીઓ ભારત આવે તેની શક્યતા નહીવત્ત હતી. કેન્દ્રીય કૃષી રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીની પહેલ બાદ જિલ્લા મુખ્યમથક પર તેમની ઓફીસમાં બંન્ને દુલ્હનો અને પાકિસ્તાનમાંથી આવેલા મહેમાનોનું ભાજપના નેતાઓ સહિત પરિવાર અને સંબંધીઓએ ભારે સ્વાગત કર્યું.
Surat: કોરોનાના સૌથી ઘાતક બ્રિટિશ સ્ટ્રેન બાદ દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન મળી આવતા હડકંપ
આ દરમિયાન તમામ લોકોનાં ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઇ શકાતી હતી. મહેન્દ્ર સિંહે જણાવ્યું કે, 2019થી લગ્ન થયા હોવા છતા હું મારી પત્ની વગર રહેતો હતો. મારી પત્ની ક્યારે ઘરે આવશે તેની રાહ જોઇ રહ્યો હતો. જો કે આજે તે ઘડી આવી ચુકી છે. આજે હું પોતે અને મારો પરિવાર ખુબ જ ખુશ છે. કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાકિસ્તાની દુલ્હન વાઘા અટારી બોર્ડરથી ભારત પહોંચી ચુક્યા છે. નેપાલસિંહ તથા મહેન્દ્ર સિંહ પોતાની પત્નીનું સ્વાગત કરવા પરિવાર સહિત અટારી પહોંચ્યા હતા. સૌથી મોટી મુશ્કેલીઓનો સામનો કરીને ઘરે પહોંચેલી વહુઓને જોઇને સમગ્ર પરિવારનાં ચહેરા ખીલી ઉઠ્યા હતા. આજે બાડમેર જિલ્લા મુખ્યમથક પહોંચીને તેમનું ખુલા મનથી સ્વાગત કરવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube