દિલ્હીઃ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોરોના બાદ થયો ડેન્ગ્યુ
મનીષ સિસોદિયાને કોરોના વાયરસ બાદ ડેન્ગ્યુ થયો છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાને કોરોના વાયરસ બાદ ડેન્ગ્યુ થયો છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તો હવે એલએનજેપી હોસ્પિટલથી મેક્સ, સાકેત શિફ્ટ કરવામાં આવ્યા છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 14 સપ્ટેમ્બરે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમણે ખુદને ઘરમાં આઇસોલેટ કરી લીધા, તેના એક દિવસ બાદ તાવ અને શ્વાસ લેવામાં સમસ્યા બાદ લોકનાયક જયપ્રકાશ (એલએનજેપી) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હવે મનીષ સિસોદિયાને ડેન્ગ્યુ પણ થઈ ગયો છે. ડેન્ગ્યુ થવાની સાથે તેમને પ્લેટલેટ્સ સતત ઘટી રહ્યાં છે. સ્વાસ્થ્ય સતત ખરાબ થવાને કારણે સિસોદિયાને હવે મેક્સ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોની ટીમની દેખરેખમાં રહીને સિસોદિયા સારવાર કરાવશે.
ભારતની સ્પષ્ટ વાત, ગિલગીટ-બાલ્ટિસ્તાનની સ્થિતિમાં ફેરફારનો પ્રયાસ ન કરે પાક, તેની પાસે કોઈ હક નથી
સત્રમાં ન લીધો ભાગ
મહત્વનું છે કે 14 સપ્ટેમ્બરે દિલ્હી વિધાનસભાનું કોરોના સંકટ વચ્ચે એક દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સત્રમાં તબીયત ખરાબ હોવાને કારણે સિસોદિયા ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ દિલ્હીના ડેપ્યુટી સીએમની તબીયત સતત ખરાબ થઈ રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube