કાસરગોડઃ કેરલના શાકાહારી મગર બાબિયાનું કાસરગોડના શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં સોમવારે નિધન થઈ ગયું છે. આ મગર મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે 75 વર્ષથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતો. મંદિરના પુજારીઓ અનુસાર, દિવ્ય મગર પોતાનો મોટા ભાગનો સમય ગુફાની અંદર પસાર કરતો હતો અને બપોરે બહાર નિકળતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ધાર્મિક માન્યતા અનુસાર મગર બાબિયા તે ગુફાની રક્ષા કરતો હતો, જેમાં ભગવાન ગાયબ થઈ ગયા હતા. મંદિર મેનેજમેન્ટ અનુસાર બાબિયા દિવસમાં બે વખત આપવામાં પ્રસાદનું ભોજન કરી રહેતો હતો. તેથી તેને શાકાહારી મગર કહેવામાં આવતો હતો. 


હકીકતમાં માન્યતા છે કે સદીઓ પહેલા એક મહાત્મા શ્રી આનંદપદ્મનાભ મંદિરમાં તપસ્યા કરતા હતા. આ દરમિયાન ભગવાન કૃષ્ણ બાબાનું રૂપ ધારણ કરી આવ્યા અને તોફાનથી મહાત્માને હેરાન કરવા લાગ્યા. તેનાથી ગુસ્સે થયેલા તપસ્વીએ તેમને મંદિર પરિસરમાં બનેલા તળાવમાં ધક્કો માર્યો હતો. પરંતુ જ્યારે ઋષિને ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે તળાવમાં તે બાળકને શોધ્યો, પરંતુ પાણીમાં કોઈ મળ્યું નહીં અને એક ગુફામાં તિરાડ જોવા મળી. માનવામાં આવ્યું કે ભગવાન આ ગુફામાંથી ગાયબ થઈ ગયા હતા. થોડા સમય બાદ આ ગુફામાંથી નિકળી એક મગર બહાર આવવા લાગ્યો હતો. 


કોઈને નુકસાન પહોંચાડ્યું નહીં
મગર બાબિયા તળાવમાં રહેવા છતાં માછલીઓ અને અન્ય જીવોને ખાતો નહોતો. બે વખત તે મંદિરના દર્શન માટે નિકળતો હતો અને ભક્તોને અપાતા ચોખા અને ગોળનો પ્રસાદ ખાઈને રહેતો હતો. બાબિયાએ આજ સુધી કોઈને નુકસાન પહોંચાડ્યું નહીં અને તે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા ફળને શાંતિથી આરોગી લેતો હતો. પછી પુજારીના ઈશારા પર તળાવમાં બનેલી ગુફામાં જઈને બેસી જતો હતો. 


નોંધનીય છે કે મંદિર પરિવરની અંદર બનેલા તળાવમાં રહેતા બાબિયાની તસવીરો ખુબ વાયરલ થઈ ચુકી હતી. કોઈ જાણતું નથી કે બાબિયા તળાવમાં આખરે કઈ રીતે અને ક્યાંથી આવ્યો હતો? અને વર્ષો સુધી મંદિરના ભક્તો તે માનતા રહ્યાં હતા કે બાબિયા સ્વયં ભગવાન પદ્મનાભનનો દૂત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube