નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે શુક્રવારે કહ્યું કે, સશસ્ત્ર દળ માનવાધિકાર કાયદાનું મોટા ભાગે સન્માન કરે છે. તેમણે ન માત્ર દેશના લોકાના માનવાધિકારોની રક્ષા કરી છે પરંતુ પોતાના દુશ્મનોના માનવાધિકારોની પણ રક્ષા કરી છે. દળ પ્રમુખે કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળના ચરિત્રમાં ''માનવતા' અને 'શરાફત' છે. તેઓ અહીં માનવાધિકાર ભવનમાં યુદ્ધકાળમાં અને યુદ્ધ કેદીઓના માનવાધિકારોના સંરક્ષણ વિષય પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)ના ટ્રેની અને સીનિયર અધિકારીઓને સંબોધિત કરી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનરલ રાવતે કહ્યું, 'ભારતીય સશસ્ત્ર દળ ખુબ અનુશાસિત છે અને તે માનવાધિકાર કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું મોટા ભાગે સન્માન કરે છે. ભારતીય દળ ન માત્ર પોતાના લોકોના માનવાધિકારોનું રક્ષણ નક્કી કરે છે, પરંતુ દુશ્મનોના માનવાધિકારોનું પણ રક્ષણ કરે છે અને યુદ્ધ કેદીઓની સાથે પણ જિનેવા સંધિ અનુસાર વ્યવહાર કરે છે.'


એક દિવસ પહેલા દળ પ્રમુખે સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર લોકોની જાહેરમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે, નેતૃત્વ કરવું લોકોને આગ અને હિંસા માટે ઉશકેરવા નથી. તેમના આ નિવેદનની ખુબ ટીકા થઈ હતી. એનએચઆરસીના કાર્યક્રમમાં રાવતે કહ્યું કે, સશસ્ત્ર દળના સ્વભાવમાં 'માનવતા અને શરાફત' છે અને કહ્યું કે, તે સંપૂર્ણ રીતે 'ધર્મનિરપેક્ષ' છે.


CAAના સમર્થનમાં ફડણવીસની રેલી, કહ્યું- સત્તાની લાલચે શિવસેનાને મુંગી બનાવી દીધી


આર્મી ચીફે કહ્યું, 'પડકાર યુદ્ધ નીતિમાં ફેરફાર થવો અને કેટનિકની શોધ થવી છે.' તેમણે કહ્યું, 'આતંકવાદ વિરોધી અને ઉગ્રવાદ નિરોધી અભિયાનોમાં લોકોનું દિલ જીતવું પડશે.' જનરલ રાવતે કહ્યું કે, દળ મુખ્યાલયે 1993મા માનવાધિકાર પ્રકોષ્ઠ બનાવ્યા હતા, જેને હવે નિયામકશ્રીના સ્તર સુધી અપગ્રેટ કરવામાં આવી રહ્યાં છે, જેના પ્રમુખ એડિશનલ ડાયરેક્ટર જનરલ હશે.


દળ પ્રમુખે કહ્યું કે, દળ વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘનની ફરિયાદોનું સમાધાન કરવા માટે તેમાં પોલીસકર્મી પણ હશે અને તે સંબંધિત તપાસમાં સહયોગ કરશે. રાવતે કહ્યું કે, ઓક્ટોબરમાં સૈન્ય પોલીસ દળમાં મહિલા કર્મીઓની ભરતી કરાવવાની નવી પહેલ શરૂ કરી છે. સશસ્ત્ર દળ વિશેષાધિકાર કાયદો (AFSPA)નો ઉલ્લેખ કરતા દળ પ્રમુખે કહ્યું કે, આ કાયદો દળને તે શક્તિ આપે છે જે પોલીસ અને સીઆરપીએફની શોધ અને તપાસ અભિયાનોમાં મળે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....