ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમને પૂછવામાં આવે કે સૌથી ઝડપથી દોડતું પ્રાણી ક્યું. તો તમારો જવાબ હશે ચિંતો. પરંતુ તમને એમ પૂછવામાં આવે કે ચિંતો કેટલી ઝડપે દોડી શકે છે તો કદાચ તમને ખબર નહીં હોય. ત્યારે આજે આવા જ પ્રાણીઓની વાત કરવી છે જેની ઝડપ જાણીને તમે પણ ચોંકી જશો. દુનિયામાં અનેક જીવ એવા છે જે પોતાની ઝડપના લીધે જાણીતા છે. આમાથી કેટલાક પ્રાણી પોતાની ઝડપનો ઉપયોગ શિકાર કરવા માટે કરે છે. તો કેટલાક પોતાની ઝડપનો શિકારીથી બચવા માટે કરે છે. આ પ્રાણી ખુબ જ સ્ફ્રૂર્તિલા અને ચાલાક હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંગલી બિલાડી (Serval or a wildcat)-
જંગલી બિલાડી બે પ્રકારના અવાજ કાઢવામાં માહિર હોય છે. આ એક આફ્રિકન બિલાડી છે જે મોટા ભાગે આફ્રિકાના જંગલમાં જોવા મળે છે. જે સારી શિકારી હોવાની સાથે વધારેમાં વધારે 70કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જેનું નાનું કદ અને 12 કિલો જેટલું વજન હોય છે.


શ્વાન (Dog)-
શ્વાનની અનેક પ્રજાતિ દુનિયાભરમાં જોવા મળે છે. જેમાં Greyhound નામની બ્રિટિશ પ્રજાતિના શ્વાન સૌથી ઝડપી હોય છે. આ પ્રજાતિના શ્વાન ઝડપથી દોડવામાં પ્રથમ ક્રમાંક પર આવે છે. આ શ્વાન વધુમાં વધુ 72 કિલોમીટર પ્રતિ કલાકન ઝડપે દોડી શકે છે.


અશ્વ (Horse)-
અશ્વ એ દુનિયાના સૌથી જાણિતા અને લોકોની સાથે રહેતા પ્રાણી છે. અશ્વને લોકો પોતાના શોખ માટે પાળતા હોય છે. પરંતુ આજ કાલે દુનયાભરમાં અશ્વ શોનું પણ ખાસ આયોજન થતું હોય છે. અને સૌથી વધુ અશ્વોની રેસમાં જ રૂપિયા પણ લગાવવામાં આવે છે. અશ્વ ખુબજ સ્ફૂર્તિલા હોય છે જેથી તે વધુમાં વધુ 76 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.


સસલું (Hare)-
સસલાની એક પ્રજાતિ અશ્વો અને શ્વાનથી પણ ઝડપી દોડી શકે છે. નાના કદના સસલા ખુબ જ સ્ફૂર્તિલા હોય છે જેથી તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.


પહાડમાં રહેતા સિંહ (Mountain Lion)-
પોતાની ઝડપના લીધે દુનિયાના ફુર્તિલા પ્રાણીઓમાં પહાડી સિંહ 7માં નંબર પર આવે છે. પહાડી સિંહ 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડી શકે છે. પહાડી સિંહ પણ શિકારી પ્રજાતિના પ્રાણીમાં સારા શિકારી ગણાય છે. મુખ્યત્વે અમેરિકામાં જોવા મળતા પહાડી સિંહને કૈટામાઉંટ, માઉંટેન લાયન, પૈંથર અને પ્યૂમા સહિતના નામે પણ ઓળખવામાં આવે છે.


જૈગુઆર (Jaguar)-
ચિતા જેવા લાગતા અમેરિકામાં જોવા મળતા આ પ્રાણી 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડી શકે છે. જૈગુઆરનું આયુષ્ય 12થી 15 વર્ષનું હોય છે. અને તેમનું વજન 55થી 95 કિલોગ્રામ સુધી જોવા મળે છે. જૈગુઆર પોતાની ઝડપના લીધે સરળતાથી શિકારને સકંજામાં લઈ લેવામાં માહિર હોય છે.


કૈરકલ (Caracal)-
Caracal મધ્યમ આકારની જંગલી બિલાડી હોય છે. જે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જેનું શરીર ખુબ જ મજબૂત, લાંબા પગ, નાનો ચહેરો, લાંબા નીચે ઝુકેલા કાન અને ધારદાર દાંત હોય છે. શિકારી પ્રજાતિના આ પ્રાણીનું વજન માત્ર 12 કિલોનું હોય છે.


સિંહ (Lion)-
ગુજરાતની અસ્મીતા ગણતા ડાલામથા સિંહને જંગલનો રાજા કહેવાયા છે. જે 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડવા માટે સક્ષમ છે. ઝડપીની સાથે સિંહ ખુબ જ શક્તિશાળી હોય છે. પંજાના એક વારમાં શિકારને સિંહ ભોય ભેગો કરી શકે છે. જે મોટા કદના અને લગભગ 130થી 190 કિલો વજન ધરાવે છે.


હરણ (True Antelopes and Impala)-
ઝડપમાં હરણની ઈમ્પાલા પ્રજાતિ ત્રીજા નંબર પર આવે છે. જે 88 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડી શકે છે. શિકારથી બચવા પોતાની ઝડપી ઓછી કર્યા વગર કૂદી કૂદીને પણ દોડી શકવામાં માહિર હોય છે. ઈમ્પાલા હરણ પૂર્વ અને દક્ષિણ આફ્રીકામાં વધુ જોવા મળે છે. તે ઘાસ અને ઘટાદાર વૃક્ષોના જંગલમાં પાણીની આસપાસના વિસ્તારમાં વસવાટ કરે છે.


પ્રોંગહોર્ન (Pronghorn)-
પ્રોંગહોર્ન શાકાહારી પ્રજાતી છે જે હરણ જેવી જ દેખાય છે. જેમના લાંબા પગ અને સિંગડા પણ હોય છે. જે 98 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડી શકે છે. જેમનું વજન 35 થી 65 કિલોગ્રામ સુધીનું હોય છે.


ચિતા (Cheetah)-
ચિતા દુનિયાના તમામ પ્રાણીઓમાંથી સૌથી વધુ ઝડપે દોડી શકે છે. ચિતા 100થી 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડી શકે છે. ચિતા તમારી ગાડીનો પીછો કરી તમારીથી આગળ નીકળી શકે છે. મોટા ભાગે જંગલી ચિતા દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ આફ્રિકામાં જોવા મળે છે.