જયપુર : રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ગરહાજન ગામની પંચાયતમાં નવા સરપંચની પસંદગી થઈ છે. પહેલીવાર પંચાયતને એમબીબીએસ ભણેલી યુવાન સરપંચ મળી છે. 24 વર્ષની શહનાઝ ખાનની સરપંચ તરીકે આખા ગામે સર્વસંમતિથી પસંદગી કરી છે. શહનાઝ પોતાની કાબેલિયતની સાથેસાથે પોતાની ખૂબસુરતીના કારણે પણ ફેમસ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સરપંચની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી મીડિયા સાથે વાતચીત કરતી વખતે શહનાઝે જણાવ્યું છે કે મને લોકોની સેવા કરવાની તક  મળી છે એ વાતથી હું બહુ ખુશ છે. મારી પ્રાથમિકતા છોકરીઓનો અભ્યાસ અને સ્વચ્છતા છે.



શહનાઝે જણાવ્યું છે કે હું છોકરીઓને જણાવવા માગુ છું કે શિક્ષણ અનેક રીતે મદદ કરે છે.



શહનાઝ ખાનનો સંબંધ રાજકીય પરિવાર સાથે છે. તેના દાદા અનેક દાયકાઓથી કમાં પંચાયતના સરપંચ હતા.



આ વખતે શહનાઝ પોતે ચૂંટણીના મેદાનમાં ઉતરી અને પોતાના દાદાની જેમ જ ચૂંટણીમાં જીત મેળવી.શહનાઝના પિતા ગામના મુખિયા છે જ્યારે માતા ધારાસભ્ય છે. 



  સરપંચની ચૂંટણી જીતનાર શહનાઝે કહ્યું કે લોકો આજે પણ પોતાની દીકરીને ભણવા નથી મોકલવા માગતા અને આ વિચારધારા બદલવા ઇચ્છે છે.