નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભાષા અને બોલવાની અક્ષમતાને કારણે એમબીબીએસમાં પ્રવેશથી વંચિત રહી ગયેલી એક યુવતીના પક્ષમાં ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'કોણ જાણે છે કે કોઈ દિવસ તે એક શાનદાર ડોક્ટર બની શકે છે.' તે યુવતીને તેની ભાષા અને બોલવાની અક્ષમતાને કારણે એમબીબીએસ અભ્યાસક્રમથી વંચિત કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એક મેડિકલ બોર્ડને નિર્દેશ આપ્યો છે કે પીજીઆઈએમઈઆર ચંદીગઢ આ મામલાની આગળ તપાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PGIMER ને મળ્યો તપાસનો આદેશ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની પીઠે નિર્દેશ આપ્યો કે ચંદીગઢ સ્થિત પીજીઆઈએમઈઆરના ડાયરેક્ટર એક મેડિકલ બોર્ડની રચના કરે. જેમાં ભાષા અને બોલવાની અક્ષમતાના નિષ્ણાંત પણ સામેલ થાય અને તે બોર્ડ હરિયાણાની આ યુવતીની તપાસ કરે.


આ પણ વાંચોઃ સારા કામનું ઈનામ!  Compony હોય તો આવી, બેસ્ટ કર્મચારીને 57 લાખની મર્સિડીઝ લક્ઝરી કાર


અક્ષમતાને કારણે યુવતીને પ્રવેશથી વંચિત કરાઈ
પીઠે તે પણ નિર્દેશ આપ્યો કે પરીક્ષણ બાદ એક મહિનાની અંદર બોર્ડ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરે. સુનાવણી દરમિયાન પીઠે કહ્યું કે, અરજીકર્તા યુવતીને તે આધાર પર એમબીબીએસ પાઠ્યક્રમમાં પ્રવેશથી વંચિત કરી દેવામાં આવી છે કે તે ભાષા અને બોલવામાં 55 ટકા અક્ષમ છે. 


HCએ ગયા વર્ષે કેન્દ્ર અને નેશનલ મેડિકલ કમિશનને નોટિસ પાઠવી હતી
આ મામલે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 26 સપ્ટેમ્બરે કેન્દ્ર અને નેશનલ મેડિકલ કમિશનને નોટિસ પાઠવી હતી. ત્યારબાદ યુવતીના વકીલ ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પાસ કરવા છતાં યુવતીને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચોઃ તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ : 5 દિવસથી હતો લાપતા


આ છોકરી વિકલાંગતા નિયમો હેઠળ પ્રવેશ માટે લાયક હતી
અગ્રવાલે અગાઉ કહ્યું હતું કે NEET પરીક્ષા પાસ કરી હોવા છતાં, છોકરીને તેના શિક્ષણના અધિકારથી વંચિત રાખવામાં આવી રહી છે કારણ કે તે બોલી શકતી નથી. તેણીએ કહ્યું હતું કે તેણીની વિકલાંગતા નવા નિયમો હેઠળ લાયક છે અને તેને અનામત ક્વોટામાં સમાવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube