Patiala Clash: પટિયાલા હિંસા દુર્ભાગ્યપૂર્ણ, બોલ્યા ભગવંત માન, આઈજીએ કહ્યું- અફવાઓને કારણે થઈ ઘટના
Patiala Clash: તો ઘટના પર પટિયાલા ઝોનના આઈજી રાકેશ અગ્રવાલે જણાવ્યુ કે તોફાની તત્વો અને અફવાઓને કારણે આ ઘટના થઈ છે. અમે શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહ્યાં છીએ. લોકોને અપીલ છે કે અફવાઓથી બચે.
પટિયાલાઃ પટિયાલામાં થયેલી હિંસાની ઘટના પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, પટિયાલામાં ઘર્ષણની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ડીજીપી સાથે વાત કરી, તે વિસ્તારમાં શાંતિ જોવા મળી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ અને કોઈને રાજ્યમાં અશાંતિ ઉભી કરવા દેશું નહીં. પંજાબની શાંતિ અને સદ્ભાવ અત્યંત મહત્વપૂર્ણ છે.
તો આ ઘટના પર પટિયાલા ઝોનના આઈજી રાકેશ અગ્રવાલે જણાવ્યુ કે કેટલાક તોફાની તત્વો અને અફવાઓને કારણે આ ઘટના થઈ. અમે શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહ્યાં છીએ. લોકોને અપીલ છે કે અફવાઓથી બચો. પોલીસ અને સિવિલ તંત્રએ બધુ કાબુમાં કરી લીધુ છે. કાલે શાંતિ કમિટીની બેઠક બોલાવવામાં આવી રહી છે. આ સાથે તેમણે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
પોલીસ તરફથી ફાયરિંગ પર આઈજી રાકેશ અગ્રવાલે કહ્યુ કે, આ બધુ જાપતે પ્રમાણે થાય છે. તેની તપાસ થશે. જે ગોળી લાગી છે તેની પણ તપાસ થઈ રહી છે. અમારા તરફથી કડક કાર્યવાહી કરવામાં આવશે. બહારથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે.
પંજાબના પટિયાલામાં જૂથ અથડામણ, પોલીસ સામે લાગ્યા ખાલિસ્તાન જિંદાબાદના નારા
આ ઘટનામાં એસએચઓ ઈજાગ્રસ્ત થયા છે, તો ત્રણ ચાર જવાનને પણ ઈજા પહોંચી છે. તણાવની સ્થિતિ જોતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. પોલીસ સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. બંને સમુદાયના લોકોને ધાર્મિક સ્થળો પર પરત મોકલી દેવામાં આવ્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube