Patiala Violence: પંજાબના પટિયાલામાં જૂથ અથડામણ, પોલીસ સામે લાગ્યા ખાલિસ્તાન જિંદાબાદના નારા

Patiala Violence: પંજાબના પટિયાલામાં જૂલૂસ કાઢવા મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. આ દરમિયાન પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો. મળતી માહિતી મુજબ શિવસેનાની માર્ચને લઈને તણાવ થયો હતો.

Patiala Violence: પંજાબના પટિયાલામાં જૂથ અથડામણ, પોલીસ સામે લાગ્યા ખાલિસ્તાન જિંદાબાદના નારા

Patiala Violence: પંજાબના પટિયાલામાં જૂલૂસ કાઢવા મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. આ દરમિયાન પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો. મળતી માહિતી મુજબ શિવસેનાની માર્ચને લઈને તણાવ થયો હતો. જૂલૂસમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસના અનેક જવાનો ઘાયલ થયા છે. 

શિવસૈનિક અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે ઘર્ષણ
મળતી માહિતી મુજબ શિવસૈનિકો ખાલિસ્તાન વિરુદ્ધ માર્ચ કાઢી રહ્યા હતા. ત્યારે જ ખાલિસ્તાન સમર્થકોએ આ માર્ચનો વિરોધ કર્યો. જોત જોતામાં તો બંને જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ થવા લાગ્યું. કેટલાક ખાલિસ્તાની સમર્થકો લંગર ભવન પર ચડીને પથ્થરમારો કરવા લાગ્યા. 

Patiala Violence: पंजाब के पटियाला में दो समुदायों के बीच हिंसा, पुलिस के सामने लगे खलिस्तान जिंदाबाद के नारे

સ્થિતિ બગડતા જોઈને ત્યાં ભાર સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત કરવામાં આવી છે. પોલીસે હાલાત કંટ્રોલમાં લેવા માટે અનેક હવાઈ ફાયર પણ કરવા પડ્યા. કહેવાય છે કે એક સંગઠને જ્યાં પોલી પર પથ્થરમારો કર્યો તો બીજા સંગઠને પોલીસ પર તલવારથી હુમલો કર્યો. 

— ANI (@ANI) April 29, 2022

મળતી માહિતી મુજબ બંને સંગઠન ફવ્વારા ચોક તરફથી સરઘસ કાઢવા માંગતા હતા. પરંતુ પોલીસનું કહેવું છે કે બંનેની પાસે ત્યાં જવાની મંજૂરી નહતી. આ બબાલમાં એક એસએચઓના ઘાયલ થયાના સમાચાર છે. પોલીસના ત્રણ-ચાર જવાન ઘાયલ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news