એક ન્યાયાધીશ પર 14 વર્ષના એક છોકરા સાથે કુકર્મનો આરોપ  લાગ્યો છે. એવો આરોપ છે કે જજે છેલ્લા એક મહિનાથી ટેનિસ રમવાના બહાને છોકરાને પોતાના ઘરે લઈ જઈને કુકર્મ કરતા હતા. બાળક સાથે જજના બે સાથીઓએ પણ છેડતી કરી. આ બાળકની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હોસ્પિટલમાં તેને ઓક્સીજન સપોર્ટ પર રાખવો પડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલો રાજસ્થાનનો છે. જજની ધરપકડ કરી લેવાઈ છે. જજ જિતેન્દ્ર ગુલિયાને ભરતપુરની એક કોર્ટમાં હાજર કરાયા. જયપુરથી પકડાયેલા ગુલિયાને ભરતપુર લાવવામાં આવ્યા. જ્યાં આરબીએમ હોસ્પિટલમાં તેમનું મેડિકલ પરીક્ષણ કરાયું. 14 વર્ષનો પીડિત છોકરો નિવેદન આપવા માટે કોર્ટ પહોંચ્યો પણ તેની તબિયત ખરાબ હોવાના કારણે કોર્ટે તેને હોસ્પિટલમાં દાખલ કરાવવાનો આદેશ આપ્યો. આ અગાઉ જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા અને એસપી દેવેન્દ્ર વિશ્નોઈ પણ બાળકને તેના ઘરે મળવા ગયા હતા. 


ભારતીયોએ ચીનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ડ્રેગનને 50 હજાર કરોડનું થયું નુકસાન


જજના પરિવાર દ્વારા કથિત ધમકીઓને ધ્યાનમાં લેતા બાળકના પરિવારને સુરક્ષા અપાઈ છે. એસપી દેવેન્દ્ર વિશ્નોઈએ જણાવ્યું કે કેસના તપાસ અધિકારી સતીષ વર્મા જજને જયપુરથી ધરપકડ કરીને ભરતપુર લાવ્યા. આ બધા વચ્ચે બાળક અને તેના પરિવાર માટે એક કાઉન્સિલર નિયુક્ત કરાયા છે. 


કેસ દાખલ થયા બાદ જજે બાળકની માતા વિરુદ્ધ બ્લેકમેઈલનો કેસ દાખલ કર્યો. બાદમાં બાળકના પરિજન રાજસ્થાન છોડીને વિરોધમાં આગ્રા જતા રહ્યા. બાળકની તબિયત બગડી અને તેને ઓક્સીજન સપોર્ટ પર રાખવો પડ્યો. ઘટના બાદથી આ પીડિત બાળક ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો છે. 


Video: PM Modi માટે કોઈ VIP રૂટ નહતો, ટ્રાફિક સિગ્નલ પર અન્ય ગાડીઓની જેમ ઊભો રહી ગયો કાફલો


બાળકની માતાએ જજ વિરુદ્ધ કુકર્મનો કેસ દાખલ કર્યો છે. તેણે કહ્યું કે તેમનો બાળક ટેનિસ રમવા માટે એક ક્લબમાં જતો હતો, ગુલિયાએ તેની સાથે મિત્રતા કરી અને તેને પોતાના ઘરે લઈ ગયઓ. બાળકને નશીલો પદાર્થ ખવડાવીને તેની સાથે ગેરવર્તણૂંક કરતો હતો. જજે લગભગ એક મહિના સુધી બાળક સાથે કુકર્મ કર્યું. આ ઉપરાંત જજના બે સાથીઓએ પણ બાળક સાથે ગેરવર્તણૂંક કરી. હાલ તેઓ ફરાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube