Video: PM Modi માટે કોઈ VIP રૂટ નહતો, ટ્રાફિક સિગ્નલ પર અન્ય ગાડીઓની જેમ ઊભો રહી ગયો કાફલો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે.

Video: PM Modi માટે કોઈ VIP રૂટ નહતો, ટ્રાફિક સિગ્નલ પર અન્ય ગાડીઓની જેમ ઊભો રહી ગયો કાફલો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. પીએમ મોદી હાલ જમ્મુ કાશ્મીરના નૌશેરામાં છે. જ્યાં તેઓ સરહદ પર તૈનાત જવાનોને મળી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી દિવાળીમાં જવાનોની સાથે છે. આજે સવારે તેઓ દિલ્હીથી જમ્મુ માટે રવાના થયા તો વીઆઈપી રૂટ વગર દિલ્હીથી નીકળ્યા. આ દરમિયાન તેમનો કાફલો દિલ્હીના એક ટ્રાફિક સિગ્નલ પર રોકાયો. 

દિલ્હીથી VIP રૂટ વગર જ નીકળ્યો પીએમ મોદીનો કાફલો
પ્રધાનમંત્રી જમ્મુ જવા નીકળ્યા ત્યારે દિલ્હીના રસ્તાઓ પર તેમના કાફલા માટે કોઈ વીઆઈપી રૂટ બનાવવામાં આવ્યો નહતો. વહેલી સવારે પીએમ મોદીનો કાફલો દિલ્હીના રસ્તાઓ પરથી પસાર થયો. આ દરમિયાન દિલ્હીના એક ટ્રાફિક સિગ્નલ પર ઘણી વાર સુધી કાફલો રોકાયો. 

(Source: Doordarshan) pic.twitter.com/QJ3DrRtmyy

— ANI (@ANI) November 4, 2021

પીએમ બન્યા બાદ સેના સાથે દિવાળી ઉજવે છે પીએમ
દર વર્ષે પીએમ મોદી જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવવા માટે દેશની સરહદો પર જાય છે. પીએમ મોદી આ અગાઉ જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, અને અન્ય જગ્યાઓ પર દિવાળી ઉજવી ચૂક્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી સૈનિકો સાથે પહેલીવાર 2014માં દિવાળી ઉજવવા માટે સિયાચીન ગયા હતા. 2016માં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર માણામાં તૈનાત ભારતીય તિબ્બતી સરહદ પોલીસ (ITBP) ના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. 

अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/EH7cMQreCS

— Zee News (@ZeeNews) November 4, 2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાનો સાથે દિવાળી ઉજવવા માટે રાજૌરીના નૌશેરામાં 3થી ચાર કલાક રોકાઈ શકે છે. તેઓ જવાનો સાથે દિવાળી ઉજવ્યા બાદ સેનાના મોટા અધિકારીઓ સાથે રાજૌરી અને નૌશેરા સેક્ટરમાં સૈન્ય તૈયારીઓની સમીક્ષા પણ કરશે. સુરક્ષા અંગે બેઠક પણ પ્રસ્તાવિત છે. રાજૌરી-પૂંછ સરહદ વિસ્તારમાં આતંકીઓ વિરુદ્ધ ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા ઓપરેશન વચ્ચે પીએમ મોદીના પ્રવાસના પગલે સુરક્ષા એજન્સીઓને હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે. વર્ષ 2019માં પણ પ્રધાનમંત્રીએ રાજૌરીમાં જવાનો સાથે દિવાળી ઉજવીને તેમનું મનોબળ વધાર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news