કામકાજ સંભાળતા જ IT મંત્રી અશ્વિની વૈષ્ણવની Twitter ને ચેતવણી, કહ્યું- દેશના કાયદાનું પાલન કરવું પડશે
ટ્વિટરની મનમાની પર મીડિયાના સવાલાનો જવાબ આપતા અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યુ કે, દેશનો કાયદો બધા માટે બરાબર છે અને દરેકે તેનું પાલન કરવું જ પડશે.
નવી દિલ્હીઃ અમલદારશાહથી નેતા બનેલા અશ્વિની વૈષ્ણવે આજે આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતા તેમણે નવા આઈટી નિયમોને લઈને ટ્વિટરને ચેતવણી આપી છે. ટ્વિટરની મનમાની પર મીડિયાના સવાલાનો જવાબ આપતા અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યુ કે, દેશનો કાયદો બધા માટે બરાબર છે અને દરેકે તેનું પાલન કરવું જ પડશે.
આ વચ્ચે ટ્વિટરે આજે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે, તે આઠ સપ્તાહની અંદર ફરિયાદી અધિકારીની નિમણૂક કરશે. ટ્વિટરે કોર્ટને તે પણ જણાવ્યું કે, તે આઈટી નિયમોના અનુપાલન માટે ભારતમાં એક સંપર્ક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે. આ કાર્યાલય તેનું સ્થાયી હશે.
30 વર્ષ પહેલા માધવરાવ સિંધિયા બન્યા હતા એવિએશન મિનિસ્ટર, હવે પુત્રને મળી આ મંત્રાલયની કમાન
દેશની સેવા કરવાનો અવસર આપવા માટે પીએમનો આભારઃ વૈષ્ણવ
વૈષ્ણવે કાર્યભાર ગ્રહણ કર્યા બાદ પત્રકારોને કહ્યુ- હું માનનીય પ્રધાનમંત્રીનો આભારી છું કે તેમણે દેશની જનતાની સેવા કરવાની તક આપી. દૂરસંચાર, આઈટી અને રેલવે, ત્રણેયમાં ખુબ તાલમેલ છે અને હું તે નક્કી કરવા માટે કામ કરીશ કે તેમના વિઝનને પૂરુ કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube