30 વર્ષ પહેલા માધવરાવ સિંધિયા બન્યા હતા એવિએશન મિનિસ્ટર, હવે પુત્રને મળી આ મંત્રાલયની કમાન
પાછલા વર્ષે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને મોદી કેબિનેટમાં ડનાગરિક ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના પિતા માધવરાવ 30 વર્ષ પહેલા આ મંત્રાલય સંભાળી ચુક્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં પ્રથમ કેબિનેટ વિસ્તાર (Narendra Modi Cabinet Expansion) બુધવારે કરવામાં આવ્યો અને 15 કેબિનેટ સ્તર સહિત કુલ 43 મંત્રીઓએ શપથ લીધા હતા. મંત્રીમંડળના વિસ્તારમાં સૌથી વધુ ચર્ચા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiradiya Scindia) ની થઈ રહી છે, જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્તોયિરાદિત્ય સિંધિયા બન્યા નાગરિક ઉડ્ડયન મંત્રી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને મંત્રી પદના શપત અપાવ્યા હતા. કેબિનેટ વિસ્તાર બાદ સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Civil Aviation Ministry) ની જવાબદારી સોંપવામાં આવી છે.
મોદી સરકારે 30 વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન કર્યું
જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવીને મોદી સરકારે ઈતિહાસનું પુનરાવર્તન કર્યુ છે, કારણ કે 30 વર્ષ પહેલા તેમના પિતા માધવરાવ સિંધિયા (Madhavrao Scindia) એ પણ આ મંત્રાલય સંભાળ્યું હતું.
1991 થી 1993 સુધી એવિએશન મિનિસ્ટર રહ્યાં હતા માધવરાવ
માધવરાવ સિંધિયા કોંગ્રેસના મોટા નેતા હતા અને પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી હતા. માધવરાવે 1991 થી 1993 સુધી નાગરિક ઉડ્ડયન અને પર્યટન મંત્રાલય સંભાળ્યું હતું. માધવરાવ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંભાળતા પહેલા રાજીવ ગાંધી સરકારમાં રેલ મંત્રી રહી ચુક્યા હતા.
મનમોહન સરકારમાં મંત્રી રહી ચુક્યા છે જ્યોતિરાદિત્ય
ગ્વાલિયરના રાજ પરિવારથી આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા પાંચમી વખત સંસદ પોંચ્યા છે, પરંતુ આ વખતે તેઓ ભાજપમાંથી રાજ્યસભા સાંસદ છે. સિંધિયા પ્રથમવાર ભાજપ સરકારમાં મંત્રી બન્યા છે. આ પહેલા તેઓ કોંગ્રેસની યૂપીએ-1 અને 2 સરકારમાં સંચાર અને આઈટી મંત્રી તરીકે પોતાની સેવા આપી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે