હાઈ લા...સૂઈ ગયેલા યુવકના પેન્ટમાં ઝેરી કોબ્રા ઘૂસી ગયો, જીવ બચાવવા 7 કલાક સુધી યુવકે કર્યું આ કામ
સાપને જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો ગભરાઈ જતા હોય છે જો કે કેટલાક બહાદુરીથી તેનો સામનો કરીને પકડી પણ લે છે. પરંતુ જો સાપ તમારા પેન્ટમાં ઘૂસી જાય તો શું કરો? આ વાતની કલ્પના માત્રથી થથરી જવાય. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મિર્ઝાપુરમાં જોવા મળ્યો. અહીં સૂતી વખતે એક યુવકના પેન્ટમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસી ગયો અને યુવકે પોતાનો જીવ બચાવવા માટે લગભગ સાત કલાક સધી થાંભલો પકડીને જરાય હલનચલન વગર ઊભા રહેવું પડ્યું.
મિર્ઝાપુર: સાપને જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો ગભરાઈ જતા હોય છે જો કે કેટલાક બહાદુરીથી તેનો સામનો કરીને પકડી પણ લે છે. પરંતુ જો સાપ તમારા પેન્ટમાં ઘૂસી જાય તો શું કરો? આ વાતની કલ્પના માત્રથી થથરી જવાય. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મિર્ઝાપુરમાં જોવા મળ્યો. અહીં સૂતી વખતે એક યુવકના પેન્ટમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસી ગયો અને યુવકે પોતાનો જીવ બચાવવા માટે લગભગ સાત કલાક સધી થાંભલો પકડીને જરાય હલનચલન વગર ઊભા રહેવું પડ્યું.
આ ઘટના જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિકંદરપુર ગામની છે જ્યાં બહારથી કામ કરવા આવેલા એક મજૂરનો જીવ જોખમમાં મૂકાઈ ગયો. મજૂરના પેન્ટમાં એક ઝેરી સાપ ઘૂસી ગયો. વાત જાણે એમ છે કે વીજળીના થાંભલા અને તાર લગાવવાનું કામ કર્યા બાદ તમામ મજૂરો આંગણવાડી કેન્દ્રમાં આરામ કરી રહ્યાં હતાં. આ દરમિયાન રાતે સૂતી વખતે એક મજૂર લવલેશકુમારના શર્ટના રસ્તે ઝેરીલો સાપ કોબ્રા તેના પેન્ટમાં ઘૂસી ગયો. જ્યારે યુવકને આ વાતનો એહસાસ થયો તો તે એક થાંભલો પકડીને 7 કલાક સુધી ઊભો રહ્યો.
આ દરમિયાન ઝેરી સાપ તેના જીન્સ પેન્ટમાં બેસી રહ્યો અને તેને કોઈ નુકસાન પહોંચાડ્યું નહીં. સવાર થતા જ સ્થાનિક લોકોએ નજીક રહેતા એક સપેરાના બોલાવીને યેનકેન પ્રકારે સાપને યુવકના પેન્ટમાંથી બહાર કાઢ્યો. ત્યારે યુવકનો જીવ બચી શક્યો. ગામના રહિશોનું કહેવું છે કે યુવક રાતે 12 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી થાંભલો પકડીને ઊભો રહ્યો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube