બદ્રીનાથ: સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ છે. આ બાજુ ઉત્તરાખંડમાં આજે સવારે 4.30 વાગે બદ્રીનાથ મંદિરના કપાટ ખોલી નાખવામાં આવ્યાં છે. મંદિર પરિસરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સવારે 9 વાગે પીએમ મોદીના નામની પહેલી પૂજા કરવામાં આવશે. કોરોનાના કારણે ખુબ સાદગી સાથે કપાટ ખોલવામાં આવ્યાં. કપાટોદ્ઘાટનમાં મુખ્ય પૂજારી રાવલ, ધર્માધિકારી ભૂવન ચંદ્ર ઉનિયાલ, રાજગુરુ સહિત માત્ર 28 લોકો જ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવ્યું હતું. બાબા બદ્રીનાથના કપાટ થોલતા પહેલા સમગ્ર મંદિર પરિસરને સેનેટાઈઝ  કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના દિવસે ભગવાન બદ્રીનાથના દર્શન બિલકુલ અલગ હોય છે. આવા દર્શન ભગવાન બદ્રીનાથના મંદિરમાં માત્ર બે દિવસ જ થઈ શકે છે. જેના સાક્ષી માત્ર એ શ્રદ્ધાળુઓ હોય છે જે કપાટ ખુલતા અને બંધ થતી વખતે બદ્રીનાથ ધામમાં હાજર હોય છે. આજે બાબાની પૂજા, અર્ચના, શ્રૃંગાર, કઈ પણ થતા નથી. આજના દર્શનોમાં મુખ્યત્વે અખંડ જ્યોતિ અને ભગવાન બદ્રીનાથના નિર્વાણ દર્શન હોય છે. 



અત્રે જણાવવાનું કે મંદિર આજે દિવસભર  ખુલ્લુ રહેશે. ભોગ સમયે પણ તેને બંધ કરાશે નહીં. જ્યારે 6 મહિના સુધી બદ્રીનાથજીનું મંદિર બપોરે ભોગ લીધા બાદ 3 કલાક માટે બંધ થતું હોય છે. 


શુક્રવારે શુભ મુહૂર્તમાં બદ્રીનાથ મંદિરના કપાટ ખોલી નાખવામાં આવ્યાં. શુક્રવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ખોલ્યા બાદ 4.30 વાગે બદ્રીનાથ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો. બુધવારે પૂજારી જોશીમઠ નરસિંહ મંદિરમાં પૂજા અર્ચના બાદ આદિગુરુ શંકરાચાર્યની ગાદી તથા ગાડુધડા (તેલકળશ)ને સાથે લઈને યોગધ્યાન મંદિર પાંડુકેશ્વર પહોંચ્યા હતાં. આ અગાઉ જોશીમઠના નરસિંહ મંદિર જોશીમઠમાં પૂજા અર્ચના અને હવન કરવામાં આવ્યાં હતાં. ગુરુવારે સાંજે ઉદ્ધવ અને કુબેરના વિગ્રહો સાથે મુખ્ય બૂજારી રાવલ ઈશ્વરી પ્રસાદ નમ્બુદરી સહિત 31 ચારધામ દેવસ્થાનમ બોર્ડના લોકો અને હક હહકૂકધારી ગ્રામીણ બદરીધામ ધામ પહોંચ્યાં. 


લોકડાઉન દરમિયાન ખુલ્યા કપાટ
લોકડાઉન અને કોરોના મહામારી વચ્ચે બુધવારે ભગવાન બદ્રીનાથના કપાટ ખોલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ગુરુવારે સાદગીપૂર્ણ રીતે આદિગુરુ શંકરાચાર્યની ગાદી સહિત ઉદ્ધવ અને કુબેરના વિગ્રહો સાથે યોગધ્યાન બદ્રીમંદિર પાંડુકેશ્વરથી બદ્રીનાથ ધામ રવાના થઈ. લોકડાઉનના કારણે આ વખતે રસ્તામાં લામબગડ અને હનુમાન ચટ્ટીમાં દેવડોલીઓએ વિશ્રામ કર્યો નહીં. આ વખતે આ સ્થાનો પર ભંડારો પણ આયોજિત થયો નહીં. જો કે બદ્રીનાથ પહોંચીને ભગવાન બદ્રી વિશાળના જન્મસ્થાન લીલા ઢૂંગીમાં રાવલો તરફથી પૂજા અર્ચના કરવામાં આવી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube