ખરીદ-વેચાણ કેસમાં પાયલટ ખેમા સાથે પૂછપરછ કરવા પહોંચેલી SOGની ટીમ ખાલી હાથ પરત ફરી
ધારાસભ્યોની ખરીદ વેચાણ કેસમાં પૂછપરછ કરવા પહોંચેલી SOG ની ટીમે ખાલી હાથ પરત ફરવું પરત ફરવું પડ્યું છે. લગભગ અડધા કલાક સુધી હોટલ ITC ભારતમાં SOG એ તપાસ કરી. ધારસભ્ય ભવરલાલનું નામ હોટલના રજિસ્ટરમાં મળ્યું નહી.
હરિયાણા: ધારાસભ્યોની ખરીદ વેચાણ કેસમાં પૂછપરછ કરવા પહોંચેલી SOG ની ટીમે ખાલી હાથ પરત ફરવું પરત ફરવું પડ્યું છે. લગભગ અડધા કલાક સુધી હોટલ ITC ભારતમાં SOG એ તપાસ કરી. ધારસભ્ય ભવરલાલનું નામ હોટલના રજિસ્ટરમાં મળ્યું નહી. 15 મિનિટ સુધી SOG એ રિસેપ્શન પર પૂછપરછ કરી. પરંતુ ટીમે ખાલી હાથ પરત ફરવું પડ્યું.
રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની ટીમ માનેસર રિસોર્ટ પહોંચી હતી જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. સચિન પાયલટ ખેમાના ધારાસભ્ય અહીં રોકાયા છે.
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે સચિન પાયલટ અને ધારાસભ્ય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારબાદ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.
તો બીજી તરફ સોશિયલ મીડિયા પર હોર્સ ટ્રેડિંગના કેસને લઇને વાયરલ થયેલી ઓડિયો ક્લિપને રાજસ્થાનના રાજકારણમાં નવો હડકંપ મચાવ્યો છે. વાયરલ થયેલા ઓડિયોમાં ધારાસભ્યોની ખરીદ-વેચાણ ડીલિંગ અને પેમેન્ટને લઇને ત્રણ નેતાઓની વચ્ચે વાતચીત કરવામાં આવી રહી છે. વાતચીતમાં આવેલા નામના આધારે મુખ્ય સચેતક મહેશ જોશીએ આજે એસઓજીમાં બે એફઆઇઆર દાખલ કરાવી છે.
બે એફઆઇઆરમાંથી એક મંત્રી અને કોંગ્રેસ ધારાસભ્ય સહિત એક વ્યક્તિ સંજય જૈનનું નામ સામેલ છે. ઓડિયો સામે આવ્યા બાદ એસઓજીએ તાત્કાલિક સંજય જૈનને કસ્ટડીમાં લીધા. એસઓજી ગુરૂવારે લગભગ 12 કલાક પૂછપરછ કરી ચૂકી છે. એસઓજીની ટીમે ત્રણેય નામ સામે આવ્યા બાદ તપાસ માટે પોતાની એક ટીમને માનેસર મોકલ્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube