નવી દિલ્હી: તાજેતરમાં લદ્દાખમાં વાસ્તવીક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેના (Indian Army) અને ચીન (China)ના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર આવ્યા છે. આ દરમિયાન એક સમાચાર પણ આવ્યા હતા કે ભારતીય સૈનિકોને ચીની સૈનિકોએ કબજોમાં લીધા છે. પરંતુ બાદમાં છૂટા કરાયો હતા. હવે સેનાએ એક નિવેદન જારી કરીને તેનો ઇનકાર કર્યો છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સૈનિકોની અટકાયત સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મહારાષ્ટ્રના નાંદેડમાં સાધુ શિવાચાર્ય સહિત 2ની હત્યા, બાથરૂમમાંથી મળ્યા મૃતદેહો


તેમણે કહ્યું કે ભારતીય સૈનિકોની ચીન વતી અટકાયત કરવામાં આવી નથી કે ના તેમના હથિયારો છીનવામાં આવ્યા. સેનાના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે આનો સ્પષ્ટ રીતે ઇનકાર કરીએ છીએ. આવા અહેવાલો રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડી શકે છે.


આ પણ વાંચો:- J&K: બડગામમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 4 આતંકીઓ જીવતા પકડાયા


અહીં, એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ચીની સેનાએ લદ્દાખમાં પેંગોંગ ત્સો (તળાવ) અને ગેલવાન ખીણમાં સૈન્યની સંખ્યામાં વધારો કર્યો છે. આ સાથે તેણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે નજીકના ભવિષ્યમાં ભારતીય સૈન્ય સાથે ટકરાવાની સ્થિતિ છોડશે નહીં. સૂત્રોએ શનિવારે આ અસરની માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સેનાએ આ ક્ષેત્રમાં ભારતીય સેના સાથે વધતા જતા સંઘર્ષની વચ્ચે ગાલવાન ખીણમાં તેની હાજરી વધારી દીધી છે. છેલ્લા બે અઠવાડિયામાં, 100 નવા તંબુ ઉભા કરવામાં આવ્યા છે અને બંકરના નિર્માણ માટે ભારે ઉપકરણો મોકલવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- મહારાષ્ટ્રમાં વિમાન સેવા શરૂ કરવા અંગે સસ્પેન્સ યથાવત, ઉદ્ધવ સરકારની આનાકાની


ભારતીય સેનાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની ચીની ઘુસણખોરી થવા દેશે નહીં અને તે વિસ્તારોમાં પેટ્રોલિંગને મજબૂત બનાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube