મહારાષ્ટ્રના નાંદેડમાં સાધુ શિવાચાર્ય સહિત 2ની હત્યા, બાથરૂમમાંથી મળ્યા મૃતદેહો

મહારાષ્ટ્રમાં સાધુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પાલઘરમાં બે સાધુઓની હત્યાના મામલો હજુ શાંત નહતો થયો ત્યાં તો હવે નાંદેડમાં એક સાધુની હત્યાથી વિસ્તારમાં દહેશતનો માહોલ છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાંદેડના ઉમરી તાલુકાના નાગઠાણામાં બદમાશોએ શનિવારે રાતે બાલ બ્રહ્મચારી શિવાચાર્યની હત્યા કરી નાખી.
મહારાષ્ટ્રના નાંદેડમાં સાધુ શિવાચાર્ય સહિત 2ની હત્યા, બાથરૂમમાંથી મળ્યા મૃતદેહો

સતીષ મોહિતે, નાંદેડ: મહારાષ્ટ્રમાં સાધુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પાલઘરમાં બે સાધુઓની હત્યાના મામલો હજુ શાંત નહતો થયો ત્યાં તો હવે નાંદેડમાં એક સાધુની હત્યાથી વિસ્તારમાં દહેશતનો માહોલ છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાંદેડના ઉમરી તાલુકાના નાગઠાણામાં બદમાશોએ શનિવારે રાતે બાલ બ્રહ્મચારી શિવાચાર્યની હત્યા કરી નાખી.

મળતી માહિતી મુજબ શિવાચાર્યના મૃતદેહની પાસે જ ભગવાન શિંદે નામના વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. બંનેના મૃતદેહો ઘરના બાથરૂમમાંથી મળી આવ્યાં છે. ગળું ચીરીને હત્યા કરાઈ છે. કહેવાય છે કે હત્યા બાદ બદમાશોએ તેમની ગાડી લઈને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારબાદ તેને ત્યાં જ છોડીને જતા રહ્યાં હતાં. હત્યા પાછળનું કારણ લૂટફાટ ગણાવવામાં આવી રહ્યું છે. જો કે હાલ પોલીસ ઘટના સ્થળે છે અને આ મામલે તપાસ ચાલુ છે. 

સાધુની હત્યા પર ભાજપના નેતા અને પ્રવક્તા રામ કદમે પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક મહિનાની અંદર જ બીજીવાર સાધુઓની હત્યા થઈ છે. સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે પહેલીવાર થયેલી સાધુઓની હત્યાને સરકારે અફવા ગણાવી હતી. મહારાષ્ટ્રમાં ન તો સાધુ સંતો સુરક્ષિત છે કે ન તો પોલીસ સુરક્ષિત છે. છેલ્લા 2 મહિનામાં મહારાષ્ટ્રમાં 240થી વધુ પોલીસકર્મીઓ પર હુમલા થયાં. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે ગત મહિને મહારાષ્ટ્રના પાલઘરમાં ગડચિંચલે ગામમાં ભીડે બે સાધુઓ સહિત 3 લોકોની ઢોર માર મારીને હત્યા કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર પોલીસ મૂકદર્શક બની રહી. મળતી માહિતી મુજબ બંને સાધુઓ લોકડાઉન દરમિયાન ગુજરાતમાં પોતાના ગુરુની અંતિમયાત્રામાં સામેલ થવા જઈ રહ્યા હતાં. આ મામલે 101 લોકોની ધરપકડ પણ થઈ છે. તપાસ હજુ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news