Knowledge News: ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ભારતીય રેલવે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક ગણાય છે. તમે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. આ દરમિયાન તમને ટ્રેનના હોર્નનો અવાજ પણ સાંભળ્યો હશે પરંતુ શું તમે જાણો છો કે અન્ય વાહનોથી અલગ ટ્રેનની સિટીનો પણ એક પોતાનો અલગ કોડ હોય છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે સિગ્નલ મુજબ અલગ અલગ પ્રકારની ટ્રેનની સિટી વગાડવામાં આવતી હોય છે અને તે સિટી સ્ટેશન પર હાજર લોકોને અલગ અલગ સંદેશ આપે છે. આવો જાણીએ ટ્રેનની સિટીનો શું અર્થ હોય છે. 


નાની સિટી
અત્રે જણાવવાનું કે જો ટ્રેનનો ડ્રાઈવર એક નાની સિટી વગાડે છે જેનો અર્થ છે કે તેને કોઈ બીજા એન્જિનની મદદની જરૂર નથી. 


એક નાની અને એક મોટી સિટી
જો ટ્રેનનો ડ્રાઈવર એક નાની અને એક લાંબી સિટી વગાડે તો તેનો અર્થ થાય છે કે તેને ટ્રેનની પાછળ લાગેલા એન્જિન પાસે મદદની જરૂર છે. 


બેશર્મ શિક્ષકની કાળી કરતૂત, વિદ્યાર્થીનીને કહ્યું-'....કરીશ તો હું તને પૂરેપૂરા માર્ક્સ આપીશ'


બે નાની સિટી
જો ટ્રેન ઊભી હોય અને ડ્રાઈવર 2 નાની સિટી વગાડી રહ્યો હોય તો તેનો અર્થ છે કે તે ગાર્ડ પાસે ટ્રેનને ખોલવા માટે લિગ્નલ માંગી રહ્યો છે. 


ત્રણ નાની સિટી
જો તમે ટ્રેનની 3 નાની સિટી સાંભળી હોય તો તેનો અર્થ છે કે ટ્રેનનો ડ્રાઈવર ગાર્ડને બ્રેક લગાવવા માટે સિગ્નલ આપી રહ્યો છે. 


ચાર નાની સિટી
ચાર નાની સિટીઓનો અર્થ છે કે આગળ રસ્તો ક્લિયર નથી. એટલે કે ટ્રેનનો ડ્રાઈવર ચાર નાની સિટીઓનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે તેને રસ્તો ક્લિયર કરવા માટે ગાર્ડની મદદ જોઈતી હોય છે. 


એક લાંબી અને એક નાની સિટી
ડ્રાઈવર એક લાંબી અને એક નાની સિટી ત્યારે વગાડે છે જ્યારે તે ટ્રેનના ગાર્ડને બ્રેક રિલીઝ કરવા માટે સંકેત આપતો હોય. આ સાથે જ ડ્રાઈવરનો ઈશારો હોય છે કે સાઈડિંગમાં ટ્રેનને બેક કર્યા બાદ મેઈન લાઈન ક્લિયર છે. 


Viral Video: સ્કૂટી ચલાવતા શીખી રહેલી 'પાપા કી પરી'એ ઘરમાં જ કાકાને અડફેટે લઈ લીધા, પછી જે થયું....


બે લાંબી અને બે નાની સિટી
ટ્રેનના ગાર્ડને પોતાની પાસે બોલાવવા માટે ડ્રાઈવર 2 લાંબી અને બે નાની સિટી વગાડે છે. 


સતત સિટી વાગતી હોય
જો સતત સિટી વાગતી હોય તો તેનો અર્થ છે કે ટ્રેનની આગળ જોખમ છે. બની શકે કે ડ્રાઈવરને રસ્તામાં કોઈ પ્રકારનું વિધ્ન દેખાતું હોય. 


બે નાની અને એક લાંબી સિટી
જો ટ્રેનનો ડ્રાઈવર બે નાની અને એક લાંબી સિટી વગાડી રહ્યો હોય તો તેનો અર્થ છે કે કાં તો કોઈ મુસાફરે ચેઈન પુલિંગ કર્યું છે અથવા તો ટ્રેનના ગાર્ડે જ ટ્રેનને રોકવાની કોશિશ કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube