ભારતમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણના આ મંદિરોની મુલાકાત લીધી કે નહી, દરેકનું છે ખાસ મહત્વ
ભગવાન શ્રીકૃષ્ણના જીવનના અનેક રૂપોમાંથી દરેક રૂપ પૂજ્ય છે. તેમનું આખું જીવન લોકો માટે ઉત્સુકતાનો વિષય રહ્યું છે. ભારતભરમાં શ્રીકૃષ્ણના મંદિરો આવેલા છે. તેમાથી ઘણા મંદિરો ખુબ જ પ્રસિદ્ધ છે. દરેક મંદિર પાછળ કોઈને કોઈ કથા રહેલી છે. ત્યારે આજે અમે તમને ભારતના પ્રસિદ્ધ શ્રીકૃષ્ણના મંદિરો વિશે આજે જણાવીશું.
ભગવાન શ્રીકૃષ્ણ હિન્દૂ ધર્મના મુખ્ય દેવતાઓમાંથી એક છે. તેમને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. કનૈયાને શ્યામ, ગોપાલ, કેશવ, દ્વારકાધિશ, વાસુદેવ જેવા હજારો નામથી બોલાવવામાં આવે છે. ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના એવા ઘણા મંદિરો આવેલા છે તેમની પોતાની આગવી વિશેષતા છે. ત્યારે આજે આવા પ્રસિદ્ધ મંદિરો વિશે જાણીશું.
1. વૃંદાવન મંદિર
બાંકે બિહારી મંદિર વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું ખુબ જ સુંદર મંદિર છે. અહીં ભગવાનનું બાળપણ વિત્યું હતું. અને તેઓ બાંકે બિહારી તરીકે પણ ઓળખાય છે. જેના કારણે આ મંદિરનું નામ બાંકે બિહારી પડ્યું છે. આ બહુ જૂનું મંદિર છે. પ્રેમ મંદિર પણ વૃંદાવનમાં જ આવેલું છે અને ઈસ્કોન મંદિર પણ છે. આ સાથે ગોવર્ધન પર્વત પણ બ્રિજ પ્રદેશમાં આવેલા છે.
2. જગન્નાથ મંદિર, પુરી
ઓરિસ્સામાં પુરી ખાતે જગન્નાથ ધામ ચાર ધામોમાંનું એક છે. એવું કહેવાય છે કે, દ્વાપર પછી ભગવાન પુરીમાં રહેવા લાગ્યા હતા.
3. ગોકુળનું મંદિર
ભગવાન કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. પરંતુ તેમનું બાળપણ ગોકુશ, મથુરા, વૃદાંવન, નંદગાંવ, બરસાનાની ગલીઓમાં વત્યું. મથુરાથી ગોકુળ 15 કિલોમીટર દૂર છ. કહેવાય છે કે, અહીં કૃષ્ણજીએ 11 વર્ષ 1 મહિનો અને 22 દિવસ વિતાવ્યા હતા. ચોર્યાસી સ્તંભોનું મંદિર, નંદેશ્વર મહાદેવ, મથુરા નાથ, દ્વારકા નાથ વગેરે મંદિરો છે.
4. વિઠોબા મંદિર
પંઢરપુરનું વિઠોબા મંદિર મહારાષ્ટ્રમાં ભીમા નદીના કિનારે શોલાપુરમાં આવેલું છે. આ મંદિરાં વિઠોબાના રૂપમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
5. જુગલકિશોર મંદિર
મથુરા-વૃદાંવનમાં આવેલું આ ઘણું પૌરાણિક મંદિર છે. રેતીના લાલ પથ્થરથી સમગ્ર બાંધકામ કરવામાં આવ્યું છે જે ખુબ દ દિવ્ય લાગે છે. ભક્તો માટે બહુ પ્રખ્યાત આ મંદિરનું બીજું નામ કેશી ઘાટ મંદિર પણ કહે છે.
સંબંધોને સાચવતા શ્રી કૃષ્ણ પાસેથી શીખો, જીવનના દરેક સંબંધને સાચવી જાણ્યા
6. નાથદ્વાર, ઉદયપુર
વૈષ્ણવોના યાત્રાધામ તરીતે પ્રખ્યાત નાથદ્વાર રાજસ્થાનમાં આવેલું છે. નાથદ્વારમાં ભગવાન કૃષ્ણની શ્રીનાથજી તરીકે પૂજા થાય છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મોટું તીર્થ છે. સમગ્ર હિન્દૂઓનું પવિત્ર પૂજ્ય સ્થાન છે. એટલું જ નહીં પણ નાથદ્વારની યાત્રા કરવી ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે.
7. શ્રીકૃષ્ણમઠ, ઉડુપી
દક્ષિણ ભારતના કર્ણાટકમાં પહાડી શહેર ઉડુપીમાં આ મંદિર આવેલું છે. આ મંદિર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. દક્ષિણ ભારતીય શિલ્પ શૈલી લોકોની નજરે પડે છે. આ મંદિર અઅહીં મઠ તરીકે ઓળખાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube