નવી દિલ્હી: શનિદેવની વક્રદ્રષ્ટિ હોય ત્યારે જીવનમાં કષ્ટો વધી જાય છે. આવામાં શનિ ગ્રહના દોષ દૂર કરવાના ઉપાય અજમાવવાથી રાહત મળી શકે છે. જે લોકોની કુંડળી નથી અથવા તો જે લોકોને શનિ દેવની વક્રદ્રષ્ટિ અંગે ખબર નથી પડતી તે લોકો કેટલાક સંકેતો દ્વારા જરૂર જાણી શકે છે કે તેમના પર શનિદેવની વક્રદ્રષ્ટિ છે કે નહીં. જ્યોતિર્વિદ મદન ગુપ્તા સપાટૂ આ અંગે જણાવે છે કે એવા  કયા સંકેત છે જે જણાવે છે કે વ્યક્તિ પર શનિની કાળી છાયા છે. આ સાથે જ શનિના અશુભ પ્રભાવોને દૂર કરવાના ઉપાયો અંગે પણ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાઓ ઘટે તો ચેતી જજો..શનિના દુષ્પ્રભાવનો આપે છે સંકેત

- શનિના અશુભ પ્રભાવના કારણે વ્યક્તિને પગ સંબંધિત બીમારી થઈ શકે છે. 
- વ્યક્તિનું ક્ષમતા કરતા વધુ કામ કરવું અને આમ છતાં પણ તેને કામનો કોઈ શ્રેય ન મળે.
- સતત આર્થિક નુકસાન થવું કે બનેલા કામ બગડી જવા.
- ઘરના પાળતુ જાણવર (જેમ કે કાળું કૂતરું કે ભેંસ)નું મૃત્યુ થવું.
- ખુબ મહેનત કરવા છતાં વ્યક્તિને તેનું યોગ્ય ફળ ન મળે. 
- કોઈ ખોટો આરોપ લાગવો અને તેના કારણે કોર્ટ કચેરીના ચક્કર લગાવવાની સ્થિતિ પેદા થવી. 
- શનિના અશુભ પ્રભાવના કારણે નોકરીયાત લોકોને ઓફિસમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
- કોઈ મોંઘી ચીજ ખોવાઈ જવી કે ચોરી થવી. 
- ઘરની દીવાલો પર વારંવાર પીપળાના છોડ ઉગી નીકળવા. 
- ઘરના ખૂણામાં કરોળિયા વાંરવાર જાળા બનાવે તો સમજી લો કે ભગવાન શનિ દેવની કાળી છાયા પડવાની છે.
- કીડીનું ઉભરાવવું પણ શનિના અશુભ પ્રભાવનો સંકેત આપે છે. 
- કાળી બીલાડી વારંવાર ઘરની આજુબાજુ ફર્યા કરે તે પણ શનિની કાળી છાયાનો સંકેત આપે છે. 


પ્રકોપથી બચવાનો ઉપાય
રોજ હનુમાન ચાલીસા વાંચો. કાગડાને રોટલી નાખો. ભીખારી, નિર્બળ કે દુર્બળ અશક્ત વ્યક્તિ, સેવકો અને સફાઈકર્મીઓને દાન આપો. તલ, અડદ, ભેંસ, લોઢું, તેલ, કાળું વસ્ત્ર, કાળી ગાય, અને જૂતાનું દાન કરવાથી શનિ દેવનો પ્રકોપ ઘટે છે. શનિવારે એક વાટકીમાં તલનું તેલ લઈને તેમાં તમારું મોઢું જુઓ અને પછી તેને શનિ મંદિરમાં મૂકી આવો. શનિ દેવને તલનું તેલ ચઢાવો. તેનાથી શનિ દેવ તરત પ્રસન્ન થાય છે. કાળી ચીજો જેમ કે કાળા ચણા, કાળા તલ, અડદની દાળ, કાળા કપડા વગેરેનું બને તેટલું સેવન કરો. 


ગરીબોને મદદ
હંમેશા નિસ્વાર્થ ભાવથી ગરીબોની મદદ કરો. આમ કરવાથી શનિદેવ જલદી પ્રસન્ન થાય છે. તમારું કલ્યાણ થશે. આ ઉપરાંત પીપળાના મૂળિયામાં કેસર, ચંદન, ચોખા, ફૂલ ભેળવેલું પાણી ચઢાવો. શનિવારના દિવસે તલના તેલનો દીવો પ્રગટાવો અને પૂજા  કરો. તેલમાં બનેલી ખાદ્ય સામગ્રી, ગાય, કૂતરો અને ભીખારીને ખવડાવો. જો શનિનો દુષ્પ્રભાવ હોય તો માંસ દારૂનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત ॐ शं शनैश्चराय नमः મંત્રનો જાપ પણ ખુબ રાહત આપશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube