Corona Guidelines: હવે માસ્કથી મળશે આઝાદી? આ રાજ્યોએ કોરોના પ્રતિબંધોમાં આપી મોટી રાહત
Corona Guidelines: દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં કોરોના ગાઈડલાઈનમાં રાહત મામલે કેટલાક નવા નિર્ણય લેવામાં આવ્યા છે. આવો જાણીએ તમારા રાજ્યમાં કેટલી રાહત આપવામાં આવી છે.
નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાનો ભય અને અસર ઓછી થઈ રહી છે. એવામાં કેટલાક રાજ્યોમાં હવે પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી રહી છે. જો કે, ડોક્ટર્સ અત્યારે પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને જ ઉપાય માની રહ્યા છે. પરંતુ તેમ છતાં કેટલાક રાજ્યો આ પ્રતિબંધોથી પણ લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં પશ્ચિમ બંગાળ, દિલ્હી અને મહારાષ્ટ્રએ લોકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હીવાસીઓને મળશે રાહત
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર લાગતા દંડથી જલદી રાહત મળી શકે છે. આ નિર્ણય DDMA ની બેઠકમાં લેવામાં આવ્યો છે. હાલમાં રાજધાનીમાં માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ છે. જેને હવે દૂર કરવામાં આવી શકે છે. આ પહેલા 2000 રૂપિયાના દંડની જોગવાઈ હતી, જેને અગાઉની DDMA ની મિટિંગમાં ઓછો કરવામાં આવ્યો હતો.
PM મોદીએ નેપાલમાં લોન્ચ કરી RuPay, બંને દેશ વચ્ચે મહત્વના મુદ્દા પર સમજૂતી
મહારાષ્ટ્ર કેબિનેટ આટલી રાહત આવા માટે રાજી
દેશની રાજધાની ઉપરાંત આર્થિક રાજધાની મહારાષ્ટ્રમાં પણ રાજ્ય સરકારે કોરોનાના પ્રતિબંધોમાં રાહત આપી છે. રાજ્યમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાયના અન્ય તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કેબિનેટે મહત્વનનો નિર્ણય લેતા ગુડીપાડવા, રામ નવમી અને રમઝાનને લઇને પણ કહ્યું કે આ માટે કોઈ ખાસ પ્રતિબંધ નથી. જો કે, એવા પણ સમાચાર છે કે મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવું હવે લોકોની ઇચ્છા પર નિર્ભર કરે છે.
બંગાળમાં પણ જનતાને મળી રહાત
આ બંને રાજ્યો ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ વર્તમાન લાગુ પ્રતિબંધો પરત લેવામાં આવ્યા. રાજ્યોમાં દરેક સમયે માસ્ક પહેરવું, હાથ ધોવા અને સાર્વજનિક સ્થળોની સફાઈ સહિત સ્વાસ્થ્ય અને સ્વસ્છતા પ્રોટોકોલના સંબંધમાં આગામી આદેશ સુધી કડકતા રહેશે.
(ઇનપુટ- દિલ્હીથી ભાવના કિશોર, મહારષ્ટ્રમાંથી રાકેશ ત્રિવેદી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube